Site icon Revoi.in

રાજ્યમાં આજે પણ ઠંડીનો ચમકારો, આગામી બે દિવસ પણ તાપમાન ઓછું રહેવાનું સંભાવના

Social Share

અમદાવાદ: ગુજરાતના મોટાભાગના શહેરોમાં તથા જિલ્લાઓમાં ઠંડીનો ચમકારો છે. નલિયા, અમદાવાદ, ગાંધીનગર તથા અન્ય શહેરોમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે હજુ પણ આગામી બે દિવસ ઠંડીનું જોર રહી શકે છે.

જો કે અમદાવાદ, ગાંધીનગર અને નલિયા જેવા શહેરોમાં પારો 10 ડિગ્રીની આસપાસ જોવા મળ્યો છે અને તે શહેરોમાં ઠંડીનો અહેસાસ પણ વધારે જોવા મળ્યો છે.

ઉલ્લેખનીય છે કે આગામી બે-ત્રણ દિવસ દરમિયાન ઉત્તર-પશ્ચિમ, મધ્ય ભારત, પૂર્વ ભારત અને મધ્યપ્રદેશના કેટલાક ભાગોમાં શીત લહેર આવવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ દરમિયાન ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડશે. આ ઉપરાંત, આગામી 24 કલાક દરમિયાન હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ અને વિદર્ભમાં અને ઉત્તર પ્રદેશ અને છત્તીસગઢના અલગ-અલગ સ્થળોએ આગામી બે દિવસ સુધી ઠંડા હવામાનની શક્યતા છે.

29મી જાન્યુઆરીથી પશ્ચિમ હિમાલયના ક્ષેત્રને તાજા નબળા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર થવાની સંભાવના છે અને અન્ય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ 2 ફેબ્રુઆરીથી ઉત્તર-પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. શુક્રવારના રોજ ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં એક કે બે સ્થળોએ હળવા વરસાદની સંભાવના છે.