Site icon Revoi.in

રાજ્યમાં આજે  ઠંડીનો ચમકારો – અમદાવાદ સહીતના વિસ્તારોમાં ઘુમ્મસ છવાયું

Social Share

અમદાવાદ – આજે વહેલી સવારથી જ અમદાવાદ શહેર સલહીતના રાજ્યના ઘણા ભાગોમાં ઠંડીનો ચમકારો જોવા મળ્યો છે, વહેલી સવારે ગાઢ ઘુમ્મસ પણ છવાયાની સાથે, ઠંડીનો પારો 10 ડિગ્રી સુઘી આવી પહોંચતા વાતાવરણમાં ભારે ઠંડી જામી હતી.

ગુજરાતના શહેર અમદાવાદ,તથા બનાસકાઠાં અને દક્ષિણ ગુજરાતમાં આજે વહેલી સવારથી દ્રશ્યતા ઓછી જોવા મળી હતી, વાતાવરણમાં ગાઢ ઘુમ્મસ જોવા મળ્યું હતું આ સાથે જ શહેરોમાં કડકતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે, હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યના ઘણા જીલ્લાઓમાં આગામી બે દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની શક્યતાઓ દર્શાવામાં આવી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે24મી જાન્યુઆરીથી 27મી જાન્યુઆરી સુધી કોલ્ડ વેવની ચેતવણી આપવામાં આવી છે. રાજ્યમાં આગામી ત્રણ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર કચ્છ,ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ગાત્રો થીજવી ઠંડીનું અનુમાન લગાવાયું છે.

આ સાથે જ ચિહ્નિત કરેલા જીલ્લાઓમાં  ઠંડા પવનો ફૂંકાવાની શક્યતા છે. આ સાથે જ શક્યતાઓ દર્શાવાય છે કે  આ દિવસો દરમિયાન વાતાલરણમાં ઠંડીનો પારો 2-4 જડિગ્રી જેટલો વધારો ગગડી શકે છે.જેથી કડકડતી ઠંડીનો અનુભવ થશે.રાજ્યના સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની શક્યતા છે. આ કોલ્ડ વેવની આગાહી ભાવનગર ,રાજકોટ પોરબંદર ,સુરેન્દ્રનગર અને કચ્છ જિલ્લા માટે કરવામાં આવી છે.

આ સાથે જ રાજધાની ગાંઘીનગર અને અમદાવાદ શહેર પણ ઠંડીના ચમકારામાં થ્રીજી ઉઠ્યું છે આજે વહેલી સવારથી જ અહીં ભારે ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. લોકોને ઘરની બહાર નીકળતા પહેલા ગરમ કપડા પહેરવાની ફરજ પડી છે, તે સાથે જ ઠંડા પવનથી કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.