Site icon Revoi.in

ઠંડીનો ચમકારો વધશેઃ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે બરફ વર્ષાની શક્યતા

Social Share

નવી દિલ્હીઃ પશ્ચિમી હવાના દબાણ અને મધ્ય બંગાળની ખાડીમાં ચક્રવાતને કારણે ઠંડી પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગળ વધી રહેલા વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ 22મી ડીસેમ્બરે પશ્ચિમી હિમાલયને અસર કરી શકે છે. જેના પગલે ઉત્તર ભારતમાં હળવા વરસાદની સાથે હિમ વર્ષાનો તબક્કો શરુ થઇ શકે છે. જે બાદ મેદાની વિસ્તારોમાં પણ ઠંડીનું પ્રમાણ ફરી વધી શકે છે.

ખાસ કરી કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં 22 થી 24 તારીખ દરમિયાન ભારે બરફ વર્ષા થશે અને તે બાદ 24 થી 31 ડીસેમ્બર સુધી દેશના ઉત્તર પૂર્વીય રાજ્યો, રાજસ્થાન, ગુજરાત , પંજાબમાં ભારે ઠંડી જોવા મળશે. તો રાજસ્થાનના ફતેહપુરમાં 1.3 ડીગ્રી અને દિલ્હીમાં 6.2 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું. જ્યારે કાશ્મીરનું લઘુતમ તાપમાન માઇનસ 4.4 ડીગ્રી અને પહેલગામમાં માઇનસ 6.3 ડીગ્રી તાપમાન નોંધાયુ હતું.

ઉત્તર ભારતમાં પડેલી હિમ વર્ષાને પગલે ઉત્તર અને પશ્ચિમી રાજ્યોમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. દિલ્હી, હરિયાણા, રાજસ્થાન અને ગુજરાત સહિતના રાજ્યોમાં લોકો કડકડતી ઠંડી અનુભવી રહ્યાં છે. દરમિયાન હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં ભારે હિમ વર્ષાની આગાહી કરવામાં આવી છે. જેથી ઉત્તર ભારતના રાજ્યોમાં ઠંડીનું મોજુ ફરી વળવાની શકયતા છે. તેમજ ગુજરાતમાં હાલ ઠંડા પવનો ફુંકાતા લોકો કડકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યાં છે. લોકો ઠંડીથી બચવા માટે ગરમ વસ્ત્રોની સાથે તાપણાનો પણ સહારો લઈ રહ્યાં છે.