Site icon Revoi.in

ઉત્તરભારતમાં ઠંડીનો કહેર યથાવત -દિલ્હીમાં તાપમાન 2 ડિગ્રી સુધી પહોંચતા ઠંડીનો ચમકારો વધ્યો

Social Share

દિલ્હીઃ- દેશના કેટલાક રાજ્યો હાલ કડકતી ઠંડીનો સામનો કરી રહ્યા છે ખઆસ કરીને હિમાચલ કાશ્મીરમાં પડી રહેલી બરફ વર્ષાની અસર નોર્છ ઈન્ડિયા પર જોવા મળી રહી છે. ઠંડા પવનોને કારણે દિલ્હી સહિત ઉત્તર, ઉત્તર પશ્ચિમ અને મધ્ય ભારત કડકડતી ઠંડીની લપેટમાં છે.

વિતેલા દિવસને શનિવારે દિલ્હીના રિજ વિસ્તારમાં લઘુત્તમ તાપમાન ઘટીને 1.5 ડિગ્રી સેલ્સિયસ થઈ ગયું હતું. જોકે, દિલ્હીમાં સરેરાશ લઘુત્તમ તાપમાન 2.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનમાં સૌથી ઓછું છે. તે જ સમયે, યુપી, રાજસ્થાન, મધ્યપ્રદેશ, હરિયાણામાં લઘુત્તમ તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસ અથવા નીચે હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તીવ્ર ઠંડી ચાલુ રહેવાની સંભાવના છે. સંપૂર્ણ સમાચાર વાંચો.

કોલ્ડવેવના કારણે દિલ્હી સહિત પશ્ચિમી વિસ્તારોમાં તાપમાન 1.5 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચી ગયું છે. તીવ્ર ઠંડીને જોતા હવામાન વિભાગે રવિવાર માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. તે દિલ્હી સહિત ઉત્તર ભારત માટે જારી કરવામાં આવ્યું છે. 
ઉત્તર ભારતમાં આવતા વિસ્તારોમાં ઠંડીનો પ્રકોપ યથાવત છે. આ સાથે ઉત્તર પ્રદેશના
પશ્ચિમી વિસ્તારોથી લઈને હરિયાણા, રાજસ્થાન, પંજાબ અને હિમાચલ પ્રદેશમાં પણ તાપમાન ઘટી રહ્યું છે. બીજી તરફ ધુમ્મસના પ્રકોપને કારણે વાહનવ્યવહારને અસર થઈ રહી છે. ગાઢ ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટીને 25 મીટર થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ઠંડીની સાથે ગાઢ ધુમ્મસ પણ રહેશે. આગામી સપ્તાહના અંતિમ દિવસોમાં તાપમાનમાં થોડો વધારો થવાની સંભાવના છે.