રાજ્યમાં ઠંડીનો ચમકારો, આજથી 2 દિવસ કોલ્ડવેવની આગાહી – અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રીથી નીચે નોંધાયું
- ગુજરાતના અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રીની અંદર
- આજદથી રાજ્યમાં કોલ્ડ વેવ વધશે
- રાજ્યભરમાં વધ્યો ઠંડીનો ચમકારો
અમદાવાદઃ- દેશભરમાં હાલ ઠંડીનું પ્રમાણ વધ્યું છે ત્યારે જો ગુજરાતની વાત કરવામાં આવે તો આજથી રાજ્યમાં કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે તેની સાથે જ વિતેલા દિવસથી જ રાજ્યમાં ભારે ઠંડી પડતી જોવા મળી રહી છે,રાજ્યભરમાં અનેક શહેરોનું તાપમાન 10 ડિગ્રીથઈ નીચું નોંધાયું છે.
આજે વહેલી સવારથી જ ગાંધીનગર, અમદાવાદ , રાજકોટ,સુરત ,વડોદરા જેવા શહેરોમાં ઘુમ્મસ છવાયેલું જોવા મળ્યું હતું સાથે જ ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો, . વલસાડમાં તાપમાન 8.8 ડિગ્રી, પાટણ 9.4 ડિગ્રી, અમરેલીમાં 9.5 ડિગ્રી, ડાંગમાં 9.6 ડિગ્રી અને રાજકોટમાં 9.7 ડિગ્રી તાપમાનનો પારો પોહોંચ્યો હતો. અમદાવાદમાં સવારનુ તાપમાન 11 ડિગ્રી આજુબાજુ જોવા મળ્યો હતુ.તો ગાંધીનગરનું તાપમાન 7 ડિગ્રી જેટલું નોંધવામાં આવ્યું હતું
આ સાથે જ અમદાવાદ દ્વારા સમગ્ર ગુજરાતમાં 23 અને 24 જાન્યુઆરી એમ બે દિવસ કોલ્ડવેવની આગાહી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઇ અમદાવાદના જિલ્લા કલેક્ટરે જિલ્લા વિકાસ અધિકારી, તમામ પ્રાંત અધિકારીઓ, નાયબ જિલ્લા વિકાસ અધિકારીઓ, મામલતદારો તથા જિલ્લા પંચાયતના મુખ્ય આરોગ્ય અધિકારીને સાવચેતીના પગલાં લેવા આદેશ આપ્યા છે જેથી કરીને ઠંડીના કારણે કોઈ વ્યક્તિનું મોત ન નિપજે.
જો સૌરાષ્ટ્રની વાત કરવામાં આવે તો અહી પણ સુસવાટા ભર્યા પવન સાથે ઠંડીનો ચમકારો વધ્યો છે.ઠંડીના સપાટામાં સંપડાયેલા સૌ૨ાષ્ટ્ર-ગુજ૨ાતમાં તા.31મી સુધીમાં હજુ 4 દિ ઠંડીના ૨હેશે જયા૨ે 4 દિવસ તાપમાન ઉંચકાતા આંશિક ૨ાહત ૨હેશે ઉપ૨ાંત 28-29 જાન્યુઆ૨ીએ અમુક ભાગોમાં સામાન્ય માવઠાની પણ શક્યતા છે.