દિલ્હી સહીત ઉત્તરભારતમાં ઠંડીનો કહેર – હવામાન બદલાતા વરસાદ અને કરા પડવાની શક્યતાઓ
- દિલ્હીમાં ઠંડીએ માજા મૂકી
- સમગ્ર ઉત્તરભારત શીત લહેરની ઝપેટમાં
- આગામી દિવસોમાં વરસાદની આગાહી
દિલ્હીઃ- સમગ્ર ઉત્તરભારતક હાલ ઠંડીની ઝપેટમાં છે,સાથે શીત લહેર વચ્ચે લોલો જીવી રહ્યા છએ આ સહીત હવે વાતાવરણ પણ બદલાયું છે જેને લઈને હવામાન વિભાગે વરસાદની પણ આગાહી કરી છે. દિલ્હી-એનસીઆર થી લઈને યુપી-બિહાર સુધી તીવ્ર ઠંડી છે. ગાઢ ધુમ્મસ અને તીવ્ર ઠંડી વચ્ચે હવામાન વિભાગે હવે વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે.
હવામાન વિભાગે આગામી સપ્તાહે દિલ્હી સહિત ઉત્તર પશ્ચિમ ભારતમાં 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ અને કરા પડવાની સંભાવના છે. IMDના જણાવ્યા પ્રમાણે સક્રિય પશ્ચિમી વિક્ષેપ 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી ઉત્તર પશ્ચિમ ભારતને અસર કરે તેવી શક્યતા છે. આ સાથે ઉત્તર ભારતમાં ફરી એકવાર ઠંડી વધશે.
જાણકારી પ્રમાણે પહાડી વિસ્તારો પર થયેલી હિમવર્ષાની અસર મેદાની વિસ્તારોમાં હજુ પણ જોવા મળી રહી છે. હવામાન વિભાગે કહ્યું કે ઉત્તર પશ્ચિમ ભારતમાં કોલ્ડવેવની સ્થિતિ 19 જાન્યુઆરીથી સમાપ્ત થવાની સંભાવના છે. ” હવામાન વિભાગે જણાવ્યું હતું. 23 અને 24 જાન્યુઆરીએ જમ્મુ, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનમાં વિવિધ સ્થળોએ હળવાથી મધ્યમ કરા પડવાની સંભાવના છે.
આ સાથે જ આજે અને આવતીકાલે એટલે કે 18 અને 19 જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ, જમ્મુ-કાશ્મીર અને ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ થઈ શકે છે. આ સિવાય સક્રિય વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે 21 જાન્યુઆરીથી 25 જાન્યુઆરી સુધી દિલ્હીથી લઈને સમગ્ર ઉત્તર ભારતમાં વરસાદ ની શક્યતાઓ સેવાઈ રહી છે.પશ્ચિમ હિમાલયના પ્રદેશમાં 21 જાન્યુઆરીના પ્રારંભિક કલાકોમાં વરસાદ અથવા હિમવર્ષા શરૂ થવાની સંભાવના છે અને 25 જાન્યુઆરી સુધી ચાલુ રહેશે