Site icon Revoi.in

દેશમાં ઠંડીનું જોર યથાવત રહેશે – કેટલાક પ્રદેશોમાં ઘુમ્મસ સાથે શીત લહેરનું પ્રમાણ વધશે

Social Share

દિલ્હીઃ-હાલની સ્થિતિમાં ભારતના કેટલાક વિસ્તારોમાં ઠંડીનું જોર જોવા મળી રહ્યું છે. ભારતના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે પૂર્વી ઉત્તર પ્રદેશમાં ધુમ્મસ જોવા મળ્યું હતું, જ્યારે પંજાબ, ચંદીગઢ, દિલ્હી, ઉત્તર પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ, બિહાર, આસામ અને મેઘાલયમાં ગાઢ ધુમ્મસ રથરાયેલું જોવા મળ્યું હતું.

આઈએમડીના જણાવ્યા પ્રમાણે 17 જાન્યુઆરીના રોજ વારાણસીમાં ઘુમ્મસના કારણે દ્રશ્યતા 25 મીટર સુધી સિમિત રહી હતી, તો બીજી તરફ અમૃતસર, દેહરાદૂન, ગયામાં દ્રશ્યતા 50 મિટર સુધી સિમિત રહી હતી, બીજી તરફ ગદેશના શહેરો ચંદીગઢ,બરેલી, તેજપુર 200 મીટર અને ગંગાનગર જેવા વિસ્તારોમાં દ્રશ્યતા 500 મિટર સુધી રહી હતી, આ સ્થિતિ જોતા દેશમાં હજુ થોડા દિવસો સુધી ઠંડજીનું પ્રમાણ વધુ રહેશે.

રવિવાર સવારની જો વાત કરીએ તો દિલ્હી-એનસીઆર ધુમ્મસથી ઘેરાયેલું જોવા મળ્યું હતું. સવારે દસ વાગ્યા સુધી દ્રશ્યતા મુશ્કેલ હતી. દિલ્હીના ઘણા વિસ્તારોમાં વિઝિબિલીટી શૂન્ય પર આવી પહોંચી ગઈ હતી. જેના કારણે હવાઈ અને રેલ સેવાઓને પણ અસર થઈ હતી.

એરપોર્ટથી આશરે 24 ફ્લાઇટ્સ મોડી પડી હતી. તે જ સમયે, દિલ્હીના જુદા જુદા રેલ્વે સ્ટેશનો પર 18-20 ટ્રેનો મોડી આવી હતી. બીજી તરફ, છેલ્લા કેટલાક દિવસોથી કડકડતી શિયાળોનો સામનો કરી રહેલા દેશના ઘણા વિસ્તારોના લોકોને શીત લહેરમાંથી છૂટારો મળવાની સંભાવનાઓ નથી.

આ સાથે જ આજ રોજ આ તમામ વિસ્તારોમાં તાપમાનનો પારો નીચે પહોંચ્યો હતો ,ઠંડીના પ્રમાણમાં વધારોલ નોંધાયો હતો તેની સાથે જ અનેક જગ્યાઓ એ ગાઢ ઘુમ્મસની સાથે શીત લહેર યથાવત જોવા મળી રહી છે.

સાહિન-