ગુજરાતમાં કાલિત ઠંડીઃ કચ્છમાં યલો એલર્ટ જાહેર કરાયું
- નલિયા બન્યું સૌથી ઠંડુ નગર
- નલિયામાં 4 ડિગ્રી જેટલું તાપમાન નોંધાયું
- રાજ્યમાં શીત લહેરનું મોજુ ફરી વળ્યું
અમદાવાદઃ ઉત્તર ભારતમાં પડેલી બરફ વર્ષાના કારણે ગુજરાતમાં ઠંડીનું સામ્રાજ્ય ઉભું થયું છે. દરમિયાન આજે નલિયા સૌથી ઠંડુ નગર રહ્યું હતું. નલિયા 4.2 ડિગ્રી જેટલું લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 11 જેટલુ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. દરમિયાન કચ્છમાં હજુ બે દિવસ કાતિલ ઠંડીની હવામાન વિભાગે આગાહી કરી છે. આ ઉપરાંત કચ્છમાં ‘યલો એલર્ટ’ જાહેર કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાં રાત્રિના સમયે ચાર ડિગ્રીનો ઘટાડો થયો હતો. ઉત્તરભારતમાં પડેલી હીમ વર્ષાના કારણે રાજ્યમાં શીલ લહેરને પગલે કડકડતી ઠંડી પડી હતી. ઠંડા પવન પણ ફૂંકાતા લોકોએ કડકડતી ઠંડીનો અનુભવ કર્યો હતો. આ ઉપરાંત ડીસા, પાટણ, ગાંધીનગર, ભૂજમાં 11 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું હતું. ‘આગામી 3 દિવસ લઘુતમ તાપમાનમાં વધુ ફેરફાર થવાની કોઇ સંભાવના નથી. આ પછીના બે દિવસ દરમિયાન લઘુતમ તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો થશે. ગુજરાતમાં ઠંડીને પગલે લોકો તાપણા અને ગરમ વસ્ત્રોનો સહારો લઈ રહ્યાં છે. રાત્રિના સમયે લોકો વહેલા ઘરમાં જ પુરાઈ જાય છે અને બહાર નીકળવાનું ટાળે છે. જેથી રાત્રિના સમયે રોડ સૂમસામ બની જાય છે.