Site icon Revoi.in

26 જાન્યુઆરી બાદ વધશે ઠંડી -દિલ્હી, યુપી અને પંજાબ સહિતના રાજ્યોને આગામી 5 દિવસ સુધી ઠંડીથી રાહત નહી

Social Share

 

દિલ્હીઃ- દેશભરના કેટલાક રાજ્યોમાં ફરી ઠંંડીનો ચમકારો જોવા મળ્યો છે. ત્યારે દિલ્હી સહિત સમગ્ર ઉત્તર અને મધ્ય ભારતમાં લોકોને આગામી પાંચ દિવસ સુધી કડકડતી ઠંડીથી રાહત નહીં મળે.ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીમાં ભેજવાળું વાતાવરણને અને ગાઢ ઘુમ્મસ જોવા મળે છે,આ સાથે જ દેશના ઘણા વિસ્તારોમાં પણ ઘુમમ્સની સ્થિતિ સર્જાઈ રહી છે.

આ સમગ્ર મામલે  હવામાન વિભાગે આપેલી ચેતવણી પ્રમાણે 26 જાન્યુઆરી પછી દિલ્હીમાં તીવ્ર શીત લહેર આવવાની સંભાવના છે. હવામામ વિભાગના વરિષ્ઠ વૈજ્ઞાનિક આરકે જેનામાનીએ કહ્યું કે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ ઠંડા પવનો ફૂકાવાનું ચાલુ રહેશે.

રાજધાનીમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની ગતિવિધિનો અંત આવ્યા બાદ હવે શિયાળાની ઠંડીનો સમયગાળો શરૂ થયો છે. સોમવારે, મહત્તમ તાપમાન સાત ડિગ્રી ઘટીને 14.8 સેલ્સિયસ થઈ ગયું હતું, જે રેકોર્ડ ઠંડા દિવસ તરીકે નોંધાયો હતો. હવામાન વિભાગે આગામી બે દિવસ માટે યલો એલર્ટ જાહેર કરીને ઠંડીનો દિવસ રહેવાની આગાહી કરી છે

હવામાન વિભઆગના વડાએ આ બબાતે જણાવ્યું કે દિલ્હી, પંજાબ અને હરિયાણામાં 2જી ફેબ્રુઆરી સુધી વરસાદની કોઈ શક્યતા નથી અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વધુ પૂર્વ તરફ આગળ વધ્યું છે.આ સાથે જ  દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, ગુજરાત અને રાજસ્થાનમાં આગામી પાંચ દિવસ સુધી તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે.આગાનમી 5 દિવસ સુધી આ રાજ્યના લોકોએ ઠંડી સહન કરવી પડશે.

ઉત્તર ભારતમાં રેલ્વે ટ્રેક પર વરસાદ અને ગાઢ ધુમ્મસના કારણે ટ્રેન વ્યવહારમાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે પણ લગભગ 33 ટ્રેનો મોડી પડી હતી અને 100 વિમાનોની ફ્લાઈટને અસર થઈ હતી. આમાંની મોટાભાગની ટ્રેનો નવી દિલ્હીથી યુપી, બિહાર, મુંબઈ, અમૃતસર, પશ્ચિમ બંગાળ અને આસામની છે. ટ્રેનોની સાથે વિમાનોની ઉડાન પણ પ્રભાવિત થઈ રહી છે.

25 અને 26 જાન્યુઆરીએ, સવાર અને રાત્રિના કલાકો દરમિયાન પૂર્વ ભારતમાં હળવાથી મધ્યમ ધુમ્મસ છવાયેલા રહેશે. તે જ સમયે, 28 થી 30 જાન્યુઆરી વચ્ચે તમિલનાડુ અને કેરળના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ સેવાઈ રહી છે. સિકરમાં સોમવારે મેદાની વિસ્તારોમાં સૌથી ઓછું 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું હતું.

ધુમ્મસના ઊંચા સ્તર અને વાદળછાયા વાતાવરણને કારણે દિલ્હીના વિવિધ પ્રમાણભૂત કેન્દ્રોમાં તીવ્ર ઠંડી નોંધાઈ છે. ઉલ્લેખનીય છે કે દિલ્હી સહિતના પાડોશી રાજ્યોમાં 5 દિવસ સુધી ઠંડીનું જોર જોવા મળશે.