1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાવવા કલેક્ટરે આપ્યો આદેશ
રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાવવા કલેક્ટરે આપ્યો આદેશ

રાજકોટ જિલ્લામાં સરકારી જમીનો પરના દબાણો દુર કરાવવા કલેક્ટરે આપ્યો આદેશ

0
Social Share

રાજકોટઃ  જિલ્લામાં સરકારી જમીન પર દબાણો થયેલા છે. શહેરની ભાગોળે સરકારી જમીનો પર કાચા-પાકા મકાનો, ઝૂંપડા બાંધીને દબણો કરાયેલા છે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકો મથકો તેમજ ગાંમડાંઓમાં દબાણો થયોલા હોવાથી ફરિયાદો ઉઠતા જિલ્લા કલેકટરએ તમામ મામલતદારોને સરકારી જમીનો પરના દબાણો ઝુંબેશ શરૂ કરવાનો આદેશ આપ્યો છે. એટલે આગામી સપ્તાહથી સરકારી જમીનો પરના દબોણો દૂર કરવા માટે અભિયાન આદરવામાં આવશે.

સૂત્રોના જણાવ્યા મુજબ  રાજકોટ કલેકટર પ્રભવ જોશી દ્વારા જિલ્લાના તમામ મામલતદારોને સરકારી જમીન ઉપર ખડકાઈ ગયેલા ગેરકાયદેસર દબાણો હટાવી દેવા માટે આદેશ કરાયો છે. ગેરકાયદે દબાણો થયાની ફરિયાદો ઉઠતા કલેકટર કચેરી દ્વારા સરકારી જમીનો ઉપર ખડકાઈ ગયેલા દબાણોનો સર્વે કરવામાં આવ્યો હતો અને સર્વે બાદ આવા દબાણો દુર કરવાનો આદેશ કરાતાં  ફરી આગામી સપ્તાહમાં ડીમોલીશનનો દોર શરૂ થશે.

રાજકોટ કલેકટર કચેરીના સૂત્રોના કહેવા મુજબ  શહેર નજીક આવેલી સરકારી જમીનો ઉપર ખડકાઈ ગયેલા ગેરકાયદેસર કાચા-પાક્કા મકાનો, ઝૂપડા વગેરેનું દબાણ હટાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. સોમવારથી  દબાણો પર રેવન્યુ તંત્રના બુલડોઝરો ફરી વળશે. તાલુકાના જુદા-જુદા વિસ્તારમાં આવેલી સરકારી જમીનો ઉપર છેલ્લા કેટલાક સમયથી ગેરકાયદેસર ઉભા થઈ ગયેલા રહેણાક મકાનો અને ઝૂપડા તોડી પાડવામાં આવશે. જેમાં ખાસ કરીને વાવડી, ઘંટેશ્વર, અને કણકોટ વિસ્તારની સરકારી જમીનો પરથી દબાણો હટાવવામાં આવશે.
​​​​સૂત્રોએ ઉમેર્યું હતું કે,  વાવડી વિસ્તારમાં  સરકારી જમીન ઉપર છેલ્લા ઘણા સમયથી 6 રહેણાક મકાનો ગેરકાયદેસર ઉભા થઈ ગયા છે. આ ઉપરાંત ઘંટેશ્વર વિસ્તારમાં પણ કોર્ટ કર્મચારીઓના આવાસ માટે ફાળવેલી સરકારી જમીન ઉપર પણ ગેરકાયદેસર રીતે 50થી 60 જેટલા કાચા-પાક્કા મકાનો અને ઝૂપડા ખડકાઈ ગયા છે તેમજ કણકોટના સરકારી ખરાબામાં પણ 4થી 5 કાચા પાકા મકાનો ખડકાઈ ગયા છે. આવા તમામ દબાણો દુર કરાશે. ઉપરાંત જિલ્લાના તમામ તાલુકાઓમાં પણ સરકારી જમીનો પરના દબાણો દુર કરવામાં આવશે.

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code