Site icon Revoi.in

દેશના પહેલા એવરેસ્ટ અભિયાનના હીરો કર્નલ નરેન્દ્ર કુમારનું 87 વર્ષની વયે નિધન

Social Share

દેશના વર્ષ 1965ના પ્રથમ એવરેસ્ટ અભિયાનના હીરો  અને સાથે ઈન્ડિયન આર્મીના સુપર સ્ટાર કર્નલ  નરેન્દ્ર કુમારનું ૮૭ વર્ષેની વયે વિતેલી કાલે  નિધન થયુ હતુ. કર્નલ નરેન્દ્રનો જન્મ ૧૯૩૩માં બ્રિટિશ હિન્દના રાવલપિંડીમાં થયો હતો. બોક્સિંગ, સાયકલિંગ સહિત અનેક રમતોમાં માસ્ટરી ધરાવતા કર્નલ નરેન્દ્ર ૧૯૫૦માં ભારતમાં જોડાયા હતા.

૧૯૬૫ના પ્રથમ ભારતીય એવરેસ્ટ અભિયાનના તેઓ ડેપ્યુટી લિડર હતા. ૧૯૮૪માં તેઓ નિવૃત્ત થયા હતા,જમ્મુ કાશ્મીરના છેડે કાશ્મીરના આવેલી સિયાચીન હિમનદી આજે ભારતના સકંજામાં છે, તેનો સંપૂર્ણ શ્રેય તેમના શીરે જાય છે.

વર્ષ ૧૯૮૪માં ઈન્ડિયન આર્મીએ  ખૂજ સાહસભર્યા કલ્પના પણ ન કરીશ કાય તેવા ઓપરેશન કર્નલ નરેન્દ્ર કુમારની આગેવાનીમાં મેઘદૂત દ્વારા સિઆચેન શિખર આપણા કબજે લીધું હતું.

ઉલ્લેખનીય છે કે, વર્ષ ૧૯૮૪ સુધી સિયાચીન વિસ્તાર કોઈના કબ્જામાં હતો.જો કે પાડોશી દુશ્મન દેશ પાકિસ્તાને આ વિસ્તારને પચાવાની સમગ્ર તાયારીઓ કરી લીધી હતી, પર્વતારોહી અને હિમાલયના અનેક શિખરો ખુંદી વળેલા કર્નલ નરેન્દ્રને  આ મામલે પહેલાથઈ ભાળ મળી ગઈ ત્યાર બાદ માટો વિસ્તારમાં ફએલાયેલા આ સિયાચીનને ઓપરેશન મેઘદૂત દ્વારા આપણે કબજે લઈ કર્નલ નરેન્દ્ર અને તેની ટીમે ત્યાં ઝંડો ફરકાવ્યો હતો અને જીત મેળવી હતી.

સાહિન-