- હળદરમીઠુ ફાકી જવાથી ગળામાં ખરેરી પડી હોય તેમાં રાહત થાય
- ખાસી આવતી હોય ત્યારે હળદરની સાથે થોડું મીઠુ મિક્સ કરી ગળી જવું
સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે હળદરમાં એન્ટિબેક્ટેરિયલ ગુણો સમાયેલા હોય છે, જે અનેર રોગોમાં રાહત આપવાનું કાર્ય કરે છે,ખાસ કરીને ગળા માટે હરદળને રામબાણ ઈલાજ માનવામાં આવે છે, પણ તમને ખબર હશે ઘણા લોકો હળદર અને મીઠુ મિક્સ કરીને તેનું સેવન કરતા હોય છે, જો કે મીઠાંને તો સ્લો પોઈઝન કહેવામાં આવે છે, છંત્તા પણ જો મીઠું અમૂક ચોક્કસ રીતે અને અમુક રોગમાં ખાવામાં આવે તો તે ફાયદો કરાવે છે.
હળદરઅને મીઠુનું સંયોજન આપણા શરીરમાં થતી અનેક બિમારી માસે રક્ષણ આપવાનું અને બિમારીનું નિદાન કરે છે,મીઠાને પ્રમાણસર નાંખવાથી ભોજન જેમ સ્વાદિષ્ટ બને છે. તેજ રીતે આગોર્ય પર મીઠુ અસર કરે છે.
જાણો મીઠા અને હરદળના સંયોજનથી થતા લાભ
જ્યારે પણ જમતા વખતે કે કોઈ કારણ સર ગળામાં ખરેરી પડી હોય અને ગળાની અંદર કંઈક અટકતું હોય તેમ લાગે ત્યારે એક ચમચી હરદળમાં અડધી ચમચી મીઠુ નાખી સેવન કરવું, અકલી હળદર ગળામાં ચોટે છે મીઠાથી તે સરળતાથી ગળાની નીચે ઇતરી જશે અને ખરેરીમાં રાહત થશે.
અવાજ બેસી ગયો હયો અથવા તો ગળોમાં ખૂબ દુખાવો થયો હોય ત્યારે ગરમ પાણીમાં હળદર અને મીઠુ નાખીને તે પાણી ગળા સુધી પહોંચે તે રીતે કોગળા કરવાથી દુખાવો મટે છે અને અવાજ પણ ખુલી જશે.
જ્યારે પેટમાં દુખાવો થયો હોય ત્યારે અજમો,મેથીની સાથે મીઠું અને હળદર મિક્સ કરીને પીવાથી પેટના દુખાવામાં રાહત મળે છે,તથા ગેસની સમસ્યા પણ દૂર થાય છે.
દાંત પીડા પડી ગયા હોય અથવા તો દાંતમાં દુખાવો થતો હોય ત્યારે હળદર અને મીઠુ મિક્સ કરીને દાંત પર ઘસવાથી દુખાવામાં તો રાહત થશે જ સાથે સાથે દાંત પરની પીળાશ પણ દૂર થશે.
જ્યારે કોઈ જગ્યાએ ઈજા થઈ હોય અને લોહી ન નિકળ્યું હોય પરંતુ મૂઢ માર વાગવાથી સોજો આવી ગયો હોય ત્યારે હરદળ અને મીઠુ બરાબર માત્રામાં લઈને પાણીમાં નાખી ગરમ કરી તે પેસ્ટ સોજા પર લગાવવાથી રાહત થાય છે.તેના સોજો ઓછો થઈ જશે અને દુખાવો પણ મટશે.