Site icon Revoi.in

ગુજરાત: કેવડિયામાં કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરાશે

Social Share

કેવડિયા: ગુજરાતના કેવડિયામાં આજથી કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સનું ઉદ્દઘાટન કરવામાં આવશે. ગુરુવાર બપોરે તેની શરૂઆત થશે. આર્મી,નેવી અને એરફોર્સના કમાન્ડરો તેમાં ભાગ લે છે. શુક્રવારે રક્ષામંત્રી રાજનાથ સિંહ પણ કોન્ફરન્સમાં બોલશે અને કોન્ફરન્સના છેલ્લા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કમાન્ડર્સ અને જવાનો સાથે પણ વાત કરશે. આ કોન્ફરન્સ પૂર્વી લદ્દાખના પેંગોંગ તળાવ નજીક ભારત અને ચીન વચ્ચે ડિસઈંગેજમેંટ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ થઇ રહી છે.

કોન્ફરન્સમાં બે સેશન કલોઝડ ડોર હશે. ગુરુવારે કોન્ફરન્સમાં કમાન્ડરો વિવિધ મુદ્દાઓ પર પ્રેઝન્ટેશન આપશે. તેમાં ઓપરેશનલ મુદ્દાઓ પણ સામેલ છે. લાઇન ઓફ કંટ્રોલ અને લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલ પર વર્તમાન સ્થિતિ અંગે ભારતની તૈયારીઓ પર પણ ચર્ચા કરવામાં આવશે.આમર્ડ ફોર્સેઝના કમાન્ડર્સ પશ્ચિમ અને ઉત્તર સરહદો પર વાત કરશે.તેમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ બિપિન રાવત પણ ભાગ લેશે. સશસ્ત્ર દળોમાં સંકલન વધારવાની પરિસ્થિતિ ઉપરના કમાન્ડરોમાં પણ ચર્ચા થઇ શકે છે.

પહેલી વાર દેશની ટોપ મિલિટ્ર કોન્ફરન્સમાં જેસીઓ અને જવાન પણ સામેલ થશે. કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં જેસીઓ અને જવાન એક સેશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાતચીત કરશે.આ કોન્ફરન્સના છેલ્લા દિવસે સામેલ થશે.વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો ઉત્સાહ વધારશે અને માનવીય પાસાઓ વિશે વાત કરશે. આ સેશનમાં ઓપરેશન પાર્ટ પર કોઇ વાત કરવામાં આવશે નહીં, તેના બદલે ફોકસ મોટિવેશન અને માનવ પાસાઓ પર રહેશે.

ચીનની સાથે પૂર્વી લદ્દાખમાં જે રીતે ભારતીય સૈનિકોએ મુકાબલો કર્યો અને એલઓસી પર પાકિસ્તાનને અવિરત પ્રતિક્રિયા આપી,ત્યારબાદ નિર્ણય લેવામાં આવ્યો હતો કે, કમ્બાઇન્ડ કમાન્ડર્સ કોન્ફરન્સમાં જવાનો અને જેસીઓને પણ એક સેશનમાં સામેલ કરવામાં આવે. તેમના બીજા કાર્યકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત સેનાના ત્રણ દળોના ટોચના કમાન્ડરોને સંબોધિત કરશે.

-દેવાંશી