- એક્ટ્રેસ ઉપાસના સિંહનો આજે જન્મદિવસ
- ફિલ્મ બાબુલથી કરી હતી કરિયરની શરૂઆત
- હવે પિંકી બુઆ બનીને લોકોને હસાવી રહી છે
મુંબઈ : કોમેડિયન કપિલ શર્માના શોમાં પિંકી બુઆની ભૂમિકા ભજવીને દરેકના ચહેરા પર હાસ્ય લાવનાર ઉપાસના સિંહ આજે તેનો 46 મો જન્મદિવસ ઉજવી રહી છે. ઉપાસનાનો જન્મ હોશિયારપુરમાં થયો હતો. કોમેડીથી બધાને હસાવનાર ઉપસાનાસિંહે અભિનેત્રી તરીકેની કારકિર્દીની શરૂઆત કરી હતી. આજે ઉપાસનાના જન્મદિવસ પર અમે તમને તેનાથી સંબંધિત કેટલીક વિશેષ બાબતો જણાવવા જઈ રહ્યા છીએ
ઉપાસનાસિંહે તેની અભિનય કારકિર્દીની શરૂઆત વર્ષ 1986 માં ફિલ્મ ‘બાબુલ’ થી કરી હતી. હિન્દીની સાથે સાથે ઉપાસનાસિંહે પંજાબી, ભોજપુરી અને ગુજરાતી ભાષાઓમાં પણ ફિલ્મો કરી છે. તેણે અત્યાર સુધીમાં લગભગ 75 ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મોમાં પોતાનું વિશેષ સ્થાન બનાવ્યા બાદ, ઉપાસના ટીવી તરફ વળી અને તેમને અહીં પણ સફળતા મળી.
ઉપાસના સિંહની ફિલ્મ જુડાઇનો એક ડાયલોગ ખૂબ પ્રખ્યાત થયો. લોકો હજી પણ તેને અબ્બા-ડબ્બા-જબ્બા ડાયલોગથી ઓળખે છે. જ્યારે પણ ઉપાસના સિંહની વાત કરવામાં આવે છે ત્યારે આ ડાયલોગ પહેલા લેવામાં આવે છે. તેણે એતરાઝ, મુઝસે શાદી કરોગી, બાદલ, હંગામા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. આ ફિલ્મોમાં તેની કોમેડી ખૂબ પસંદ આવી હતી
ઉપાસના સિંહે બાળકોના પ્રિય શો સોનપરીમાં નેગેટીવ પાત્ર ભજવ્યું હતું. તે શોમાં બ્લેક પરી બનીને બધાને ડરાવી રહી હતી. આ શોથી તેને ઘરે ઘરે એક અલગ ઓળખ મળી હતી. તેણે માઇકા, રાજા કી આયેગી બારાત, ઢાબા જંકશન, ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની જેવી ઘણી સિરિયલોમાં કામ કર્યું હતું. આ બધી સિરિયલોમાં ઉપાસનાની એક્ટિંગ ખૂબ પસંદ આવી હતી.