અમદાવાદઃ શહેરમાં હોમગાર્ડનો કમાન્ડન્ટ જીઆરડી જવાન પાસેથી લાંચ લેતા રંગેહાથ ઝડપાયો હતો. કમાન્ડન્ટ દ્વારા હોમગાર્ડના જવાનને કોઈ કારણ વિના હેરાન કરવામાં કરવામાં આવતો હતો. અને નોકરીમાં હેરાન નહિ કરવા અને નોકરી બંધ નહિ કરવા હોમગાર્ડ કમાન્ડન્ટે 10 હજાર રૂપિયાની લાંચ માંગી હતી. જે પૈકીની 7 હજાર રૂપિયાની લાંચ લઈ લીધી હતી. જ્યારે બાકીના 3 હજારની લાંચ લેતા ACBએ હોમગાર્ડ કમાન્ડન્ટને ઝડપી લીધો છે. ACBએ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
શહેરમાં લાંચ લેવાના બનાવો વધતા જાય છે. હોમગાર્ડના એક જવાનને તેના કમાન્ડન્ટ દ્વારા વિના કારણે હેરાન કરવામાં આવતો હતો. અને નોકરીમાંથી કાઢી મુકવાની ધમકી પણ આપતો હતો. ઘણા સમયથી હોમગાર્ડ જવાન પાસે શાહીબાગ ડિવિઝન-7ના હોમગાર્ડ ડિવિઝન કમાન્ડન્ટ મુકેશ શાહ હેરાન કરતો હતો. હોમગાર્ડ જવાનને શાંતિથી નોકરી કરવી હોય તથા હેરાન નહિ કરવા અને નોકરી કરવા દેવા માટે મુકેશ શાહે 10 હજાર રૂપિયાની માંગણી કરી હતી. જેમાંથી 7,000 રૂપિયા હોમગાર્ડ જવાને આપી દીધા હતા. બાકીના 3,000 રૂપિયા આપવા વાયદો કર્યો હતો. જોકે, બાકીના પૈસા હોમગાર્ડ જવાન આપવા ના ઈચ્છતો હોવાથી ACBનો સંપર્ક કર્યો હતો. જેથી ACBએ લાંચયા અધિકારીને ઝડપી પાડવા છટકું ગોઠવ્યું હતું. જેમાં ઘોડા કેમ્પના સામે ફૂટપાથ પરથી 3,000 રૂપિયા લેતા મુકેશ શાહને રંગેહાથે ઝડપી લીધો હતો. ACBએ મુકેશ શાહ વિરુદ્ધ ગુનો નોંધીને ધરપકડ કરી છે. હોમગાર્ડનો કમાન્ડન્ટ લાંચ કેસમાં પકડાતા શહેરભરના હોમગાર્ડના જવાનોમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આ કેસમાં એસીબીના અધિકારીઓએ વધુ તપાસ હાથ ધરી છે.