કોરોનાની ગાઈડલાઈન સાથે આજથી દીવ, દમણ અને દાદરનગર હવેલીમાં કોલેજોનો આરંભ
- આજથી કેન્દ્ર સાશિત પ્રદેશોમાં કોલોજોના આરંભ
- દિવ,દમણ અને દાદરનગરમાં કોલેજો શરુ કરાઈ
- વિદ્યાર્થીઓ અને શિક્ષકોનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો
કોરોના ગાઈડલાઈન સાથે આજથી અનેક કેન્દ્ર શાસિત પ્રદેશમાં કોલેજોના આરંભ થઈ ચૂકી છે, દીવ, દમણ અને દાદરાનગર હવેલીની તમામ કોલેજોને આજથી ખોલવામાં આવી છે, જો કે કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણ પણે પાલન કરવાની સુચનાઓ આપવામાં આવી છે.
અહી આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દ્વારા ખાસ પ્રકારની તૈયારીઓ કરવામાં આવી છે, કોલેજમાં પ્રવેશતા પહેલા તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના કોરોના ટેસ્ટ કરાવવામાં આવ્યો છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલીમાં આજથી ઉચ્ચ શૈક્ષિક સંસ્થાઓ શરૂ કરવામાં આવી ચૂકી છે, દીવમાં ઉચ્ચ શિક્ષણ સંસ્થા આઇટીઆઈ, ટેક્નિકલ કોલેજ, મેડિકલ કોલેજ, તેમજ સરકારી અને ખાનગી કોલેજોમાં વિદ્યાર્થીઓના કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે આ સાથે જ ક્લાસમાં આવતા શિક્ષકોનો પણ કોરોના ટેસ્ટ કરાવવામાં આવશે.
ઉલ્લખનીય છે કે, કોરોના મહામારીના કારણે છેલ્લા 8 મહિનાથી કોરોનાના કારણે કોરોનાના કારણે દરેક શૈક્ષિક સંસ્થાઓ બંધ કરવામાં આવી હતી. ત્યારે આજે દીવના ઘોઘલા ખાતે આવેલા સીએએચસી કેન્દ્ર ખાતે તમામ વિદ્યાર્થીઓના કોરોના પરિક્ષણ કરવામાં આવ્યા છે.
સાહિન-