વર્ષના પ્રથમ ‘મન કી બાત કાર્યક્રમ’નો આરંભ- 30 મિનિટ મોડો શરુ થયો કાર્યક્રમ- પીએમ મોદી કરી રહ્યા છે દેશને સંબોધિત
- મન કી બાત કાર્યક્રમનો આરંભ
- પીએમ મોદી કરી રહ્યા છે દેશને સંબોઘિત
દિલ્હીઃ- વર્ષ 2022નો આજે પ્રથન મન કી બાત કાર્યક્રમ પીએમ મોદીએ કરી રહ્યા છે, જેનો 11 વાગ્યે અને 30 મિનિટે આરંભ થઈ ચૂક્યો છે.મન કી બાત કાર્યક્રમ આ વખતે તેના નિર્ધારિત સમય કરતાં થોડો વિલંબ સાથે શરૂ થયો છે. આ જાણકારી વડાપ્રધાન કાર્યાલય દ્વારા આપવામાં આવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 2022ના પ્રથમ મન કી બાત કાર્યક્રમને સંબોધિત કરશે. આ કાર્યક્રમ 11:30 વાગ્યે શરૂ થયો છે આ શોનો 85મો એપિસોડ છે જે દર મહિનાના છેલ્લા રવિવારે થાય છે. આ કાર્યક્રમ ઓલ ઈન્ડિયા રેડિયો, દૂરદર્શન, એઆઈઆર ન્યૂઝ અને મોબાઈલ એપ દ્વારા સાંભળી શકાશે.
મળતી માહિતી મુજબ મન કી બાત કાર્યક્રમ 11 વાગ્યે પહેલા શરૂ થવાનો હતો. ઉલ્લેખનીય છે કે આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પણ છે. પીએમ મોદી પહેલા બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી અને ત્યારબાદ તેઓ રેડિયો દ્વારા મન કી બાત કાર્યક્રમમાં સામેલ થયા છે.
અગાઉ આ કાર્યક્રમ હંમેશા સવારે 11 વાગ્યે શરૂ થતો હતો. મહાત્મા ગાંધીની પુણ્યતિથિ પર આયોજિત આ કાર્યક્રમમાં પીએમ મોદી બાપુ વિશે બોલી શકે છે. દેશની આઝાદીમાં તેમના યોગદાન વિશે લોકોને જાગૃત કરી શકે છે.