Site icon Revoi.in

સુરતમાં 230 કેન્દ્રો પરથી રસીકરણ અભિયાનનો પ્રારંભ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાને નાથવા માટે રસીકરણ અભિયાન વધારે વેગવંતુ બનાવવામાં આવ્યું છે. દરમિયાન સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરમાં કુલ ૨૩૦ વેકસીનેશન સેન્ટર શરૂ કરાયાં હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુરત શહેરના ઈસ્ટ ઝોનના સરથાણા કોમ્યુનિટી હોલ, પુણા સીમાડા કોમ્યુનિટી હોલ,  મોટાવરાછા કોમ્યુનિટી હોલ, ઈસ્ટ ઝોન-એમાં મીનીબજારની પટેલ સમાજની વાડી, સેન્ટ્રલ વેર હાઉસ રોડ વિસ્તારમાં શ્યામનગરની વાડી, વડવાળા સર્કલ નજીક સુમન હાઈસ્કૂલ. પુણા ગામમાં નગરપ્રાથમિક શાળા ક્રમાંક-૩૦૦, નોર્થ ઝોનમાં કતારગામ સ્થિત કતારગામ કોમ્યુનિટી હોલ,  શાળા ક્રમાંક-૨૮૯, કોસાડમાં  શાળા ક્રમાંક-181, વેસ્ટ ઝોનના અડાજણમાં અડાજણ અર્બન હેલ્થ સેન્ટર, પાલનપોર જકાતનાકા પાસે પાલનપોર અર્બન હેલ્થ સેન્ટર, પાલ શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, સાઉથ ઝોનના મીરાનગરમાં ગુરૂકૃપા સ્કૂલ, બમરોલી શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ઉધનામાં હરિનગર કોમ્યુનિટી હોલમાં રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.

આવી જ રીતે સાઉથ ઈસ્ટ ઝોનના પુણાગામ બમરોલી ભાઠેના શહેરી સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડીંડોલી કોમ્યુનિટી હોલ, શાળા ક્રમાંક 304, સાઉથ વેસ્ટ ઝોનના ભરથાણામાં મહેદીપુર બાલાજી મંદિર, વેસુના રીગા સ્ટ્રીટ, સિટીલાઈટ રોડ વિસ્તારમાં મહેશ્વરીભવન સેન્ટ્રલ ઝોનના દિલ્હી ગેટ નજીક લક્કડકોટ કોમ્યુનિટી હોલ ગાંધીસ્મૃતિ ભવન, નાનપુરા  અને રૂસ્તમપુરા કોમ્યુનિટી હોલ ખાતે રસીકરણ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે.