- શહેરને ગ્રીન સિટી બનાવવા રાજકોટ તંત્રનો પ્રયાસ
- વિશ્વ પર્યાવરણ દિનની રાજકોટ મનપાએ કરી ઉજવણી
- લોકોને વૃક્ષો રોપવા કરી મેયરે અપીલ
રાજકોટ: 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ. લોકો આજના દિવસને પર્યાવરણ દિવસ તરીકે એટલા માટે ઉજવે છે કે પર્યાવરણને શુદ્ધ રાખવુ તે પણ આપણી જવાબદારી છે અને પર્યાવરણને શુદ્ધ રાખવા પ્રત્યે લોકોમાં જાગૃતિ આવે તે માટે આ પ્રયાસ કરવામાં આવે છે.
આવા સમયમાં ગુજરાત રાજ્યના રાજકોટ શહેરના તંત્ર દ્વારા સરાહનીય કામગીરી હાથ ધરવામાં આવી છે. તંત્ર દ્વારા રાજકોટ શહેરને ગ્રીન સીટી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ દરમિયાન મુખ્ય મહેમાન તરીકે જયેશ રાદડીયા હાજર રહ્યા હતા સાથે વૃક્ષોનું પ્રમાણ ઘટતું હોવાથી વધુ વૃક્ષોનું વાવેતર કરવા મેયર દ્વારા લોકોને અપીલ પણ કરવામાં આવી છે.
જયેશ રાદડીયા દ્વારા કહેવામાં આવ્યું કે ગ્રીન રાજકોટ બનાવવા વૃક્ષારોપણ જરૂરી છે. આ કાર્યક્રમમાં મનપા કમિશનર, ડે. કમિશનર, મેયર, ડે. મેયર તથા ગુજરાતના ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી, ગાર્ડન સમિતિના ચેરમેન અનિતાબેન ગોસ્વામી તથા અન્ય મહાનુભાવો હાજર રહ્યા હતા.
વિશ્વ પર્યાવરણ દિન પર રાજકોટ ગ્રીન સિટી બને તે માટે અનેક રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું. વૃક્ષો ઘટી રહ્યા છે ત્યારે વધુ ને વધુ વૃક્ષોનું વાવેતર થાય તે માટે મેયર દ્વારા લોકોને અપીલ કરાઇ હતી. કેબિનેટ મંત્રી જયેશ રાદડીયા દ્વારા પણ આવનાર દિવસોમાં ગ્રીન રાજકોટ બને તે માટે વૃક્ષારોપણ જરૂરી તેવું જણાવી લોકોને રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
છેલ્લા કેટલાક સમયમાં કોરોનાના કારણે અને જરૂરી કારણોસર મોટી સંખ્યામાં વૃક્ષો પણ કપાયા હશે અને તેની ભરપાઈ કરવા માટે લોકોએ વધારે જોશથી વૃક્ષોનું જતન અનો રોપણ કરવુ પડશે. કેટલીક સંસ્થાઓ દ્વારા વૃક્ષોના જતન માટે અનેક પ્રકારના અભિયાન અને કામગીરી હાથ ધરવામાં આવે છે.