Site icon Revoi.in

ગુજરાતમાં નવરાત્રિ દરમિયાન કોમર્શિયલ ગરબા નહીં યોજી શકાયઃ ગૃહરાજ્ય મંત્રી

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના કેસમાં સતત ઘટાડો થતા સરકારે રાહતનો શ્વાસ લીધો છે. જો કે, ત્રીજી લહેરને ધ્યાનમાં રાખીને આગોતરુ આયોજન કરવામાં આવ્યું છે. દરમિયાન નવરાત્રી મહોત્સવને ધ્યાનમાં રાખીને સરકારે 400 વ્યક્તિઓની છૂટ સહિતના નિયમો સાથે શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે. જ્યારે બીજી તરફ કોમર્શિયલ ગરબા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

ગુજરાત સરકારની કેબિનેટની બેઠકમાં નવરાત્રિ મહોત્સવને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ અંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, ગુજરાત માટે નવરાત્રી મહત્વનું વિશેષ મહત્વ છે.. ગુજરાતમાં આ વર્ષે શેરી ગરબામાં 400 લોકોની છૂટ આપવામાં આવી છે. રાજ્યમાં માત્ર શેરી ગરબા અને સોસાયટીના ગરબાને જ છૂટછાટ આવવામાં આવી છે. પરંતુ તે માટે કેટલાક નિયમોનું પાલન કરવુ પડશે. કોમર્શિયલ ગરબાનું આયોજન આ વર્ષે નહિ થાય. વર્ષોથી ગુજરાતમાં શેરી ગરબાની જે પરંપરા રહી છે કે આસ્થાને જળવાઈ રહે તેવી વ્યવસ્થા કરાશે. જેમાં ચોકમાં અને વૃક્ષની આસપાસ ગોળ ફરતે ગરબા રમી શકાશે. આ વર્ષે પાર્ટી પ્લોટમાં ગરબાનુ આયોજન નહિ થાય. નવરાત્રીમાં કોરોનાની ગાઈડલાઈન સાથે ગરબા રમાશે, વેક્સીન લીધી હોય તે લોકો જ ગરબા રમી શકશે, નિયમનો ભંગ કરનાર સામે કાર્યવાહી થશે અને 12 વાગ્યા સુધી જ ગરમા રમી શકાશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, ગુજરાતમાં ગ્રાઉન્ડમાં ગરબા થાય તેવી માંગણી હતી. આ મામલે મુખ્યમંત્રીએ બેઠકો કરી હતી. જોકે, હાલની સ્થિતિ જોતા કોમર્શિયલ ગરબા આયોજન કરી શકાય એવી સ્થિતિ નથી. આવનાર દિવસોમાં સારી છૂટછાટ સાથે તહેવાર ઉજવી શકીએ માટે કોરોનાના પ્રોટોકોલ સાથે ઉજવણી કરીએ. નિયમોનુસાર ગરબાના આયોજન પર પોલીસ કોઈને પરેશાન નહિ કરે.