Site icon Revoi.in

રાજધાની દિલ્હીમાં કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં આજથી ઘટડો

Social Share

દિલ્હીઃ- આજે 1 લી એપ્રિલથી દેશમાં ઘણા બદલાવ થઈ રહ્યા છે ત્યારે રાજધાની દિલ્હીમાં કોમર્શિ.યલ એલપીજી સિલિન્ડરમાં ભાવમાં પણ બદલાવ થયો છે જો કે આ રાહતના સમાચાર છે કારણ કે એલપીજી સિલિન્ડર અહી આજથી સસ્તો થયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો નોઁધાયો છે. જેનીકિંમતમાં 91.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો છે. હવે આ સિલિન્ડર રૂ.2028માં મળશે. ઘરેલું સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

નવા નાણાકીય વર્ષના પ્રથમ દિવસે સરકારે સામાન્ય લોકોને થોડી રાહત આપી છે. ઉલ્લેખનીય છે કે ગત મહિને કોમર્શિયલ સિલિન્ડરમાં 350 રૂપિયાનો વધારો થયો હતો. આવી સ્થિતિમાં સરકાર દ્વારા કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કિંમતમાં 91.50નો ઘટાડો સામાન્ય જનતા માટે કોઈ રાહતથી ઓછો નથી.

ઉલ્લેખનીય છએ કે દેશભરમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં ઘણો વધારો થઈ રહ્યો છએ મોંધવારીનો માર જોવા મળી રહ્યો છે તેવી સ્થિતિમાં દિલ્હીમાં આ ગેસના સિલિન્ડરમાં ભાવ ઘટતા થોડી રાહત અનુભવાય છે.