Site icon Revoi.in

ડેટા સુરક્ષા બિલ મામલે વિરોધ બાદ સમિતિની ભલામણ મંજૂર -હવે તપાસ એજન્સિઓ કાયદાના દાયરામાંથી રહેશે બહાર

Social Share

દિલ્હીઃ- વિતેલા દિવસને સોમવારે લગભગ બે વર્ષની ચર્ચા પછી પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પર સંસદની સંયુક્ત સમિતિના અહેવાલને સ્વીકારવામાં આવ્યો હતો, જેમાં એક જોગવાઈને સમર્થન આપવામાં આવ્યું હતું જે સરકારને તેની તપાસ એજન્સીઓને સૂચિત કાયદાનો અવકાશ પ્રદાન કરવાની મંજૂરી આપે છે.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશ સહિત કેટલાક વિપક્ષી નેતાઓએ પણ આ જોગવાઈ અને કેટલાક અન્ય મુદ્દાઓ પર તેમના વતી અસંમતિની નોંધ આપી હતી. આ બિલ 2019માં લોકોના અંગત ડેટાની સુરક્ષા અને ડેટા પ્રોટેક્શન ઓથોરિટીની સ્થાપનાના હેતુથી લાવવામાં આવ્યું હતું. આ પછી ખરડો આ સમિતિને ચકાસણી અને જરૂરી સૂચનો માટે મોકલવામાં આવ્યો હતો.

કોંગ્રેસના ચાર સાંસદો, તૃણમૂલ કોંગ્રેસના બે અને બીજુ જનતા દળ (બીજેડી)ના એક સાંસદે સમિતિની કેટલીક ભલામણો પર અસંમતિ વ્યક્ત કરી હતી. પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ અનુસાર, કેન્દ્ર સરકાર રાષ્ટ્રીય હિત, રાજ્યની સુરક્ષા, જાહેર વ્યવસ્થા અને દેશની સાર્વભૌમત્વ અને અખંડિતતાના રક્ષણ માટે આ પ્રસ્તાવિત કાયદાની જોગવાઈઓમાંથી તેની એજન્સીઓને મુક્તિ આપી શકે છે. વિરોધ પક્ષના સભ્યોએ મુખ્યત્વે વિરોધ કર્યો હતો કે કેન્દ્ર સરકારને તેની એજન્સીઓને કાયદાના દાયરામાંથી મુક્તિ આપવા માટે અપાર સત્તા આપવામાં આવી રહી છે.

આ બિલ 29 નવેમ્બરથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્ર દરમિયાન સરકાર અને વિપક્ષ વચ્ચે ગતિરોધ નવો સ્ત્રોત હોવાનું માનવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, આ બિલ પર સંસદની સંયુક્ત સમિતિ દ્વારા કુલ 93 ભલામણો કરવામાં આવી છે અને સરકારની કામગીરી અને લોકોની ગોપનીયતાની સુરક્ષા વચ્ચે સંતુલન જાળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.

આ મામલે  સમિતિના વડા પીપી ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર અને તેની એજન્સીઓને ડેટાની પ્રક્રિયામાં આગળ વધવાથી મુક્તિ આપવામાં આવી છે જો તેનો ઉપયોગ લોકોના લાભ માટે કરવામાં આવે તો જ. તેમણે એમ પણ કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સાથે સંબંધિત બાબતો પર કોઈ પરવાનગીની જરૂર રહેશે નહીં. “આ અહેવાલ સભ્યો અને અન્ય સંબંધિત પક્ષો સાથે વ્યાપક પરામર્શ પછી આવ્યો છે,”