કોમનવેલ્થ ગેમ્સ 2022 : ભારતને પ્રથમ મેડલ મળ્યો, વેટલિફ્ટીંગમાં જીત્યો સિલ્વર મેડલ
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતે પ્રથમ મેડલ જીત્યો હતો. વેટલિફ્ટીંગમાં સંકેત મહાદેવે 55 કેજી વેટ કેટેગરીમાં દેશને સિલ્વર મેડલ અપાવ્યો હતો. જ્યારે મલેશિયાના મોહમ્મદ અનીદએ ગોલ્ડ મેડલ જીત્યો હતો. સંકેત મહાદેવે ભારતને પ્રથમ મેડલ અપાવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના મહાનુભાવોએ શુભેચ્છાઓ આપીને ખુશી વ્યક્ત કરી હતી. જીતીને ખાતુ ખોલ્યું હતું.
ભારતીય ખેલાડી સંકેતે સ્નૈચમાં પહેલા જ પ્રયાસમાં 107 કિગ્રાનું વજન ઉઠાવ્યું હતું. તેમણે બીજા પ્રયાસમાં 111 કિગ્રા અને ત્રીજા પ્રયાસમાં 113 કિગ્રા વજન ઉઠાવ્યું હતું.
ક્લીન એન્ડ જર્કના પહેલા પ્રયાસમાં સંકેતે 135 KG વજન ઉઠાવ્યું હતું. જ્યારે બીજો અને ત્રીજો પ્રયાસ નિષ્ફલ રહ્યો હતો. તે 248 KG સાથે બીજા સ્થાન ઉપર રહ્યાં હતા. મલેશિયાઈ વેટલિફ્ટરએ કુલ 248 વજન ઉઠાવ્યું હતું. આમ મલેશિયાઈ વેટલિફ્ટરથી સંકેત એક KG અંતરથી પાછળ રહી ગયા હતા.
ટેનિસમાં વિમેન ટીમે ગ્રુપ-2માં ભારતીય ટીમે ગુઆના ઉપર 3-0થી જીત મેળવી હતી. ભારતીય ખેલાડીઓએ કોમનવેલ્થ ગેમ્સના સારી શરૂઆત કરી હતી. બોક્સિંગમાં ભારતીય મુક્કેબાજ શિવ થાપાએ પાકિસ્તાનના ખેલાડીને હરાવ્યો હતો.
બેડમિંટનની મિક્સ ટીમ ઈવેન્ટમાં પણ ભારતે હરિફ પાકિસ્તાનને હરાવ્યું હતું. વિમેન્સ હોકીમાં ભારતે પહેલી મેચમાં ધાનાને 5-0ના અંતરથી હરાવ્યું હતું.
કોમનવેલ્થ ગેમ્સમાં પહેલો મેડલ ઈંગ્લેન્ડના નામે રહ્યો હતો. ઓલિંપિક ચેમ્પિયન એલેક્સ યીએ ટ્રાયથલોનમાં પહેલો ગોલ્ડ જીત્યો હતો.