- પીવી સિંધુએ બેડમિન્ટનમાં ભારતને અપાવ્યો ગોલ્ડ મેડલ
- પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીત મેળવીને ભારતનું નામ રોશન કર્યું
દિલ્હીઃ- કોમનવેલ્થ ગેમ્સમાં ભારત એક પછી એક જીત મેળવી રહ્યું છે, ત્યારે વધુ એક ગોલ્ડ મેડલ ભારતના નામે આવ્યું છે, કોમનવેલ્થ ગેસ્મ બર્મિગહાર્મમાં રમાઈ રહી છે ત્યારે અત્યાર સુધી ભારતે 19 ગોલ્ડ, 15 સિલ્વર અને 22 બ્રોન્ઝ સહિત કુલ 56 મેડલ જીત્યા છે. આજે આ સંખ્યા 60ને પાર થાય તેવી શક્છેયતાઓ છે.ત્યારે વધુ એક મેડલ ભારતને મળ્યો છે.
ભારતની બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુએ હવે કોમન વેલ્થ ગેમ્સમાં પોતાની કરતબ દેખાડી છે. તેણે સિંગલ્સ ફાઈનલ મેચમાં કેનેડાની વર્લ્ડ નંબર-13 મિશેલ લી ને પાછળ પછાડીને જીત હાંસલ કરી છે.
પીવી સિંઘુએ ફાઈનલમાં કેનેડિયન પ્લેયરને હરાવીને ભારતને 19 મો ગોલ્ડ મેડલ ભારતને નામે કર્યો છે. દુનિયાની નંબર-7 શટલર પીવી સિંધુએ પહેલી ગેમ 21-15થી જીત મેળવીને ભારકતનું નામ રોશન કર્યું છે.
પીવી સિંધુએ વિમેન્સ સિંગલ્સની મેચમાં કેનેડાની મિશેલ લીને 21-15, 21-13થી હરાવીને ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ મેચમાં સિંધુ શરૂઆતથી જ શાનદાર પ્રજર્શન કરતી જોવા મળી હતી.અને તેણે આ મેચને પોતાના પક્ષમાં કરી લીધી છે.
પીવી સિંધુ કોમનવેલ્થ ગેમ્સ 2022માં એકપણ મેચ હમણા સુધી હારી નથી. જોકે ટીમ ઈવેન્ટમાં ભારતને સિલ્વરથી સંતોષ માનવો પડ્યો હતો, પરંતુ સિંધુએ મહિલા સિંગલ્સમાં ગોલ્ડ જીત્યો હતો. આ સાથે ભારત મેડલ ટેલીમાં ન્યુઝીલેન્ડને પછાડી ચોથા નંબર પર પહોંચી ગયું છે.