Site icon Revoi.in

કોમનવેલ્થ ગેમ્સઃ ભારત-પાકિસ્તાન મહિલા ક્રિકેટ મેચની હજારો ટિકીટ વેચાઈ

Social Share

નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડમાં આગામી 28મી જુલાઈથી શરૂ થનારી કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમજ આગામી 31મી જુલાઈએ ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ વચ્ચે મેચ રમાશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ક્રિકેટ મેચ પુરુષની હોય કે મહિલાઓ ક્રિકેટ પ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળે છે. દરમિયાન 31મી જુલાઈના રોજ યોજનારી મહિલા ક્રિકેટ મેચની અત્યાર સુધીમાં હજારો ટિકીટનું વેચાણ થઈ ચુક્યું છે. આ ક્રિકેટ મેચ ભારે રોમાંચક રહેવાની શકયતા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ર્બમિંગહામમાં 28મી જુલાઈથી કોમનવેલ્થ ગેમ્સ 2022નો પ્રારંભ થશે. આ વખતે કોમનવેલ્થ ગેમ્સમાં ક્રિકેટનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. આ વખતે માત્ર મહિલા ક્રિકેટ ટીમો જ ટી-૨૦ ફોર્મેટમાં ભાગ લેશે. ર્બમિંગહામમાં ભારતીય અને પાકિસ્તાની મૂળના ઘણા લોકો રહે છે.

ર્બમિંગહામ ગેમ્સના સીઈઓ ઈયાન રીડે જણાવ્યું કે, સેમીફાઈનલ અને ફાઈનલની ટિકિટો વેચાઈ ગઈ છે.  ભારત અને પાકિસ્તાનની મેચમાં સ્ટેડિયમ ભરાઈ જશે. ભારત અને પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ 31 જુલાઈના રોજ ઍજબેસ્ટન ખાતે સામસામે ટકરાશે. આ વર્ષે વન-ડે વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાનની મહિલા ટીમો આમને-સામને આવી હતી.  ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું. સેમી ફાઈનલ અને ફાઈનલની ટિકિટો વેચાઈ ગઈ છે.