- દિલ્હીમાં ઓમિક્રોનની કહેર
- ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા લોકો પણ સંક્રમિત
દિલ્હી- સમગ્ર દેશભરમાં કોરોના નવા વેરીએન્ટ ઓમિક્રોન નો કહેર વર્તાય રહ્યો છે .દેશની રાજધાની દિલ્હી આ કેસ નાં મામલે મોખરે જોવા મળે છે.દિલ્હી આજે પણ યલ્લો કેટેગરીમાં છે આ સાથે જ અહી રાત્રી દમિયાન અને અનેક જાહેર સ્થળો બંધ જેવા પ્રતિબંધો લાગુ કરવામાં આવી ચૂક્યા છે.આ સાથે જ હવે દિલ્હીમાં સામુદાયિક ઓમિક્રોનનો નો પ્રસાર પણ થતો જોવા મળ્યો છે
।
દિલ્હીમાં ઓમિક્રોન સંક્રમણની સ્થિતિ ખૂબ જ ભયાનક બની ગઈ છે, આ બાબત રાજ્યમાં આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના નિવેદનથી સ્પષ્ટ છે જેમાં તેમણે કહ્યું છે કે રાજધાનીમાં કોરોનાના આ નવા પ્રકારનો સમુદાય ફેલાવો થયો છે. સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે હવે જે લોકો કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ધરાવતા નથી તેઓ પણ દિલ્હીમાં ઓમિક્રોનથી સંક્રમિત થઈ રહ્યા છે.અને વવા ઘણા કેસો જોવા મળ્યા છે
આ કોરોનના નવા પ્રકારના ફેલાવા મામલે આરોગ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનનું કહેવું છે કે ગઈકાલે બુધવારે કોરોનાના કુલ 923 પોઝિટિવ કેસ નોંધાયા હતા, જેમાંથી 46 ટકા કેસ ઓમિક્રોનના છે. હોસ્પિટલમાં 200 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે જેમાંથી 115 બહારના દર્દીઓ જોવા મળે છે. સાવચેતીના ભાગરૂપે તેમને હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે. સ્ટેજ-1 દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યો છે. DDMAની બેઠકમાં વધુ નિયંત્રણો નક્કી કરવામાં આવશે.