Site icon Revoi.in

નમાજીએ થપ્પડ મારી હોવા છતાં ફેક ન્યૂઝ ફેલાવાના મામલે દિલ્હીમાં મોહમ્મદ ઝુબૈર સામે ફરિયાદ, મહિલા વકીલે કહ્યું- વીડિયોમાં દેખાય છે સચ્ચાઈ

Social Share

નવી દિલ્હી: અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટીમાં અફઘાનિસ્તાનના એક નમાજ પઢનારા વિદ્યાર્થીએ એક અન્ય વિદ્યાર્થીને લાફો માર્યો, તેના પછી બબાલ શરૂ થઈ હતી. હવે આ મામલે અલ્ટ ન્યૂઝના સહસંસ્થાપક મોહમ્મદ ઝુબૈર વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે. મોહમ્મદ ઝુબૈર પર ખોટી માહિતી ફેલાવવાનો આરોપ છે. આ ફરિયાદ સાઈબર વિભાગમાં વકીલ ચાંદની પ્રીતિ વિજયકુમાર શાહે નોંધાવી છે. તેમણે કહ્યું છે કે ઝુબૈર કોમવાદી અશાંતિ ભડકાવવામાં લાગેલો છે.

તેમણે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે મોહમ્મદ ઝુબૈર અલ્ટ ન્યૂઝ નામનું મીડિયા પોર્ટલ ચલાવે છે અને ખુદને એક સ્વતંત્ર ફેક્ટ ચેકર ગણાવે છે. તેમણે આશંકા વ્યક્ત કરી છે કે સોશયલ મીડિયા પર મોહમ્મદ ઝુબૈર દ્વારા જાણીજોઈને ભડકાઉ પોસ્ટથી કોમવાદી અશાંતિ ફેલાય શકે છે. ખાસ કરીને લોકસભા ચૂંટણી 20-24થી પહેલા. તેમણે મોહમ્મદ ઝુબૈરની આ પોસ્ટનું વિવરણ પણ શેયર કર્યું છે. તેમાં તેણે ખોટી માહિતી ફેલાવી હતી.

તેમા મોહમ્મદ ઝુબૈરે લખ્યું હતું કે રવિવારે (17-03-2024) અફઘાનિસ્તાનના એક સ્ટૂડન્ટ ન્યૂઝ કેપિટલ ગુજરાત સાથે વાત કરી રહ્યો હતો. તેમણે જણાવ્યું કે હોસ્ટેલના એ બ્લોકમાં 15 મુસ્લિમ વિદ્યાર્થીઓ નમાજ પઢી રહ્યા હતા. 3 લોકો આવ્યા અને તેમને આમ કરવાથી રોક્યા. નમાજ પુરી કરીને વિદ્યાર્થીઓએ પુછયું કે આખરે સમસ્યા શું છે? ગુંડાઓએ તેમને ધાર્મિક સૂત્રો પોકારવા માટે જણાવ્યું. તેઓ પાછા ગયા અને થોડીવાર પછી 200થી 250ની સંખ્યામાં પાછા ફર્યા. તેમની પાસે ચાકૂ અને લાકડી હતા. તેમણે પથ્થરમારો કર્યો. બાઈક, લેપટોપ, ફોન એસી અને સાઉન્ડ સિસ્ટમ તોડી નાખ્યા.

આરોપ છે કે મોહમ્મદ ઝુબૈરે આ ઘટનાને ખોટી રીતે રજૂ કરી. મહિલા વકીલ પ્રમાણે, વીડિયોમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે હકીકતમાં શું થયું. હકીકતમાં એક નમાજી વિદ્યાર્થીએ ઉઠીને એક અન્ય વિદ્યાર્થીને લાફો માર્યો, જે વોર્ડનને પુછી રહ્યો હતો કે શું આ નમાજ પઢવાની યોગ્ય જગ્યા છે? હિંસા તેણે જ શરૂ કરી. તેના પછી જે થયું તે તે કૃત્યના જવાબમાં થયું. મોહમ્મદ ઝુબૈર પર શાંતિ ભંગ અને બે સમુદાયોને લડાવવાની કલમોના આધારે એફઆઈર કરીને કેસ ચલાવવાની માગણી આ ફરિયાદમાં કરવામાં આવી છે.