- કંગના રનૌત ફરી વિવાદમાં
- આઝાદી વાળા બયાનથી લોકોમાં રોષ
- કેટલીક જગ્યાએ તેના સામે ફરીયાદ નોંધાઈ
મુંબઈઃ- બોલિવૂડની ક્સિવન ગણઆતી અભિનેત્રી કંગના રનૌત હરહંમેશા પોતાના નિવેદનને લઈને સમાચારોની હેડલાઈનમાં બની રહેતી હોય છે, ત્યારે એક દિવસ અગાઉ જ તેણે એક વિવાદીત નિવેદન આપ્યું હતું, જેમાં તેણે કહ્યું હતું કે વર્ષ 1947મા આપણાને જે આઝાદી મળી હતી તે ભીખ હતી, સાચા અર્થમાં આપણાને વર્ષ 2014મા આઝાદી મળી છે.તેના આ નિવેદનથી ઘણા લોકોમાં રોશ જોવા મળ્યો છે,સોશિયલ મીડિયા પર સતત કંગનાની ટિકા કરી રહી છે.
હાલમાં જ પદ્મશ્રી એવોર્ડ જીતનાર કંગના રનૌતે દેશની આઝાદીને લઈને એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું, જે હવે તેના પર ભારે પડી રહ્યું છે. શુક્રવારે રાજસ્થાનના ચાર શહેરોમાં કંગના રનૌત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
મળતી માહિતી પ્રમાણે ઉદયપુરના સુખેર પોલીસ સ્ટેશન, જયપુર કોતવાલી અને જોધપુરના શાસ્ત્રીનગર પોલીસ સ્ટેશનમાં તેના સામે કેસ નોંધવામાં આવ્યો છે, ઉપરાંત કોતવાલી પોલીસ પણ ફરિયાદની તપાસ કરી રહી છે. જયપુરની મહિલા કોંગ્રેસે કંગના રનૌત વિરુદ્ધ કોતવાલી પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કર્યો છે.
આ સાથએ જ અભિનેત્રી સામે કેસ નોંધતી વખતે તેણે આરોપ લગાવ્યો છે કે તેણે શહીદ ક્રાંતિકારીઓની પ્રતિષ્ઠાનું અપમાન કર્યું છે અને બંધારણમાં વિશ્વાસ રાખનારાઓને ઠેસ પહોંચાડી છે. મહિલા મોરચાની પ્રમુખ રાની લુબાનાએ કંગના સામેની પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે આપણો દેશ 15 ઓગસ્ટ 1947ના રોજ આઝાદ થયો હતો અને તે આઝાદી માટે અનેક લોકોએ બલિદાન આપ્યા હતા.
બીજી તરફ રાની લુબાનાએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે દરેક ક્ષણ કોઈને કોઈ ગર્વથી ભરેલી હતી. આખી દુનિયાએ ભારતની આઝાદી જોઈ છે અને આજે પણ દરેક તેને સન્માનની નજરે જુએ છે. તેણે કહ્યું કે, 10 નવેમ્બરે કંગનાએ એક સાર્વજનિક મંચ પર નિવેદન આપ્યું હતું કે 1947માં ભારતને જે આઝાદી મળી હતી તે આઝાદી નહીં પણ ભીખ માંગી હતી. વાસ્તવિક આઝાદી આપણને 2014માં મળી હતી. કંગના રનૌતના આ નિવેદનથી સંવિધાનમાં વિશ્વાસ અને વિશ્વાસ ધરાવતા લોકોને ઘણું દુઃખ થયું છે. તેણે કહ્યું કે કંગનાએ પોતાના નિવેદનથી તમામ ક્રાંતિકારીઓનું અપમાન કર્યું છે.