યુક્રેનમાં પાકિસ્તાની વિદ્યાર્થીઓ ભારતીય વિદ્યાર્થીઓનો સામાન લૂંટી લેતા હોવાની ફરિયાદો
નવી દિલ્હીઃ યુક્રેનમાં યુદ્ધની વચ્ચે ફસાયેલા ભારતીય નાગરિકોને પરત સહીસલામત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. યુક્રેનના પડોશી દેશની સરહદો ઉપર મોટી સંખ્યામાં ભારતીય નાગરિકો ઉમટી પડ્યાં છે. તેમને વિશેષ ફ્લાઈટ મારફતે પરત લાવવામાં આવી રહ્યાં છે. દરમિયાન ભારતીય વિદ્યાર્થીઓ સાથે પાકિસ્તાની વિદ્યાર્થીઓ ઝપાઝપી કરીને લૂંટફાટ કરતા હોવાનું સામે આવ્યું છે. એટલું જ નહીં નાઈજીરિયાના વિદ્યાર્થીઓ પણ આવી જ પ્રવૃતિ કરવા હોવાનું જાણવા મળે છે. તાજેતરમાં જ યુક્રેનમાં ભારતીય વિદ્યાર્થીઓ સાથે સ્થાનિક પોલીસ દ્વારા અયોગ્ય વર્તન કરવામાં આવતું હોવાની ઘટના સામે આવી હતી. હવે ભારતીય વિદ્યાર્થીઓ પાસેથી સામાનની લૂંટફાટ કરવામાં આવતી હોવાની ઘટના સામે આવી છે.
રિપોર્ટ અનુસાર, ભારતીય વિદ્યાર્થીઓ માટે સૌથી મોટી મુશ્કેલી અહીંથી સુરક્ષિત રીતે બહાર નીકળવાની છે. ભારતીય વિદ્યાર્થીઓ એમ્બેસીના નિર્ણયથી નારાજ છે. એમ્બેસી કહી રહી છે કે, તમારા જોખમે સરહદ પર આવો, પરંતુ યુક્રેનમાં કર્ફ્યુ છે અને જેઓ ત્યાંથી નીકળે છે તેમને ગોળી મારવાનો આદેશ છે. આવી સ્થિતિમાં, સૌથી મોટો પ્રશ્ન એ છે કે આ વિદ્યાર્થીઓ સરહદ સુધી કેવી રીતે પહોંચે છે. બીજી તરફ યુક્રેનમાં ફરસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને પરત લાવવા માટે ભારત સરકાર દ્વારા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. તેમજ ઓપરેશન ગંગા શરૂ કરવામાં આવ્યું છે. દરમિયાન દરમિયાન ભારતીય દૂતાવાસે એડવાઈઝરી જાહેર કરીને ભારતીયોને તાત્કાલિક કિવ છોડવા અપીલ કરી છે. ટ્રેન મળે તો ટ્રેન તથા અન્ય જે વાહન મળે તેમાં કીવમાંથી ઝડપથી બહાર નીકળી જાવ. તેવી સુચના આપવામાં આવી હોવાનું જાણવા મળે છે.