Site icon Revoi.in

ભારત સહિત દુનિયાના અનેક દેશોમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન થયાની ફરિયાદો ઉઠી

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાસ સમયથી સોશિયલ મીડિયાનું ચલણ વધ્યું છે. દરમિયાન આજે બપોરના સમયે ઈન્સ્ટાગ્રામ વર્ક કરતુ નહીં હોવાની ફરિયાદો ઉઠી હોવાનું જાણવા મળે છે, એટલું જ નહીં અનેક વપરાશકારોએ આ અંગે ફરિયાદ કરી હતી. જો કે, ક્યાં કારણોસર આ સમસ્યા ઉભી થઈ હતી તે જાણી શકાયું નથી. ઈન્સ્ટાગ્રામ ડાઉનની સમસ્યા માત્ર ભારત જ નહીં દુનિયાના અનેક દેશમાં સર્જાઈ હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

ભારત સહિત સમગ્ર વિશ્વમાં ઈન્સ્ટાગ્રામ ડાઉન થઈ ગયું હતું. ભારત સહિત સમગ્ર વિશ્વમાં હજારો યુઝર્સ ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરી રહ્યા છે. યુઝર્સ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝ ફીડ જોઈ શકતા ન હતા અને રીલ જોવામાં કે અપલોડ કરવામાં મુશ્કેલી પડી હતી. આ સિવાય ઈન્સ્ટાગ્રામના ઘણા ફીચર્સનો ઉપયોગ કરવામાં પણ સમસ્યા ઉભી થઈ હતી. લોકોએ સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી હતી.

ઈન્સ્ટાગ્રામ ડાઉન થવાની સમસ્યા ભારતના ઘણા શહેરોમાં જેમ કે દિલ્હી, જયપુર, લખનૌ, મુંબઈ, અમદાવાદ, લખનૌ, કોલકાતા, હૈદરાબાદ, બેંગ્લોર અને ચેન્નાઈમાં પણ જોવા મળી છે. આ તમામ શહેરોના યુઝર્સે ફરિયાદ કરી હતી. આ શહેરો સિવાય અન્ય ઘણા શહેરોના યુઝર્સને પણ ઈન્સ્ટાગ્રામનો ઉપયોગ કરવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. કેટલાક યુઝર્સે X (Twitter) પર લખ્યું ,કે તેઓ ન્યૂઝ ફીડ જોઈ શકતા નથી, લૉગિન કરી શકતા નથી, લૉગ ઇન કર્યા પછી સ્ક્રોલ કરી શકતા નથી. અત્યાર સુધી ઈન્સ્ટાગ્રામે આ સમસ્યા વિશે કોઈ સત્તાવાર માહિતી આપી નથી અને ન તો આ સમસ્યાનું કારણ જણાવ્યું છે.