નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારમાં વધારો થયો છે, પાકિસ્તાન હાલ પૂરની પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે, એટલું જ નહીં દુનિયાભરના લોકો પાકિસ્તાનના પીડિત લોકોને માટે આગળ આવી રહ્યાં છે. તેમજ પૂરપીડિતોને મદદ કરવામાં આવી રહી છે પરંતુ મદદની રકમ પીડિતોને મળતી નહીં હોવાની ફરિયાદો ઉઠી છે. તેમજ રાહત સહાયમાં પણ વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યોની રાવ ઉઠી છે.
મીડિયા રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સરકારી અધિકારીઓ વિદેશથી મળેલા પૈસાનો ઉપયોગ પૂર પીડિતોની મદદ માટે નહીં પરંતુ પોતાના હિતમાં કરી રહ્યા છે. અહેવાલ અનુસાર યુનાઈટેડ સ્ટેટ્સ અને અન્ય એક સંસ્થા દ્વારા રાહત સુવિધાઓ માટે આર્થિક સહાય જાહેર કરી હતી. પરંતુ હવે બંને સંસ્થાઓ ભ્રષ્ટાચાર અંગે ચિંતિત છે કારણ કે અસરગ્રસ્ત પ્રાંતોમાં માનવતાવાદી સહાય પીડિતો સુધી પહોંચી રહી નથી.
યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે 12 ઓક્ટોબરે ભ્રષ્ટાચારના આરોપો અંગે જણાવ્યું હતું કે, “આ (ભ્રષ્ટાચાર) એવી બાબત છે જેને અમે ખૂબ જ ગંભીરતાથી લઈએ છીએ.” પાકિસ્તાનમાં ભ્રષ્ટાચાર અને રાહત સામગ્રીની લૂંટના આરોપો વચ્ચે, યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટના પ્રવક્તા નેડ પ્રાઈસે જણાવ્યું હતું કે યુએસએ તેની સહાય અસરગ્રસ્તો સુધી પહોંચે તેની ખાતરી કરવા માટે “પર્યાપ્ત દેખરેખ સિસ્ટમ” ગોઠવી છે.