- ચિત્તાઓના મોતથી કેન્દ્ર સરકારની વધી ચિંતા
- નિષ્ણાંતોની એક સમિતિની કરી રચના
દિલ્હીઃ- ભારતમાં ચિત્તાઓ લુપ્ત થવાના આરે હતા ત્યારે પીએમ મોદીના વિદેશ સાથેના સારા સંબંધોના કારણે દક્ષિણ આફ્રીકા જેવા દેશઓમાંથી ચિત્તાઓને ભારતના મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કમાં છોડવામાં આવ્યા હતા જો કે માદા ચિત્તા જ્યારે બચ્ચાઓને જન્મ આપે છે પછી બચ્ચાઓ થોડા સમયમાં મૃત્યુ પામે તેવી અનેક વખત ઘટના બની છે ત્યારે આ બબાત હવે સરકાર પણ ચિંતિત બની છે.
ત્રણ પુખ્ત ચિત્તા અને નામીબિયન માદા ચિત્તાના ચારમાંથી ત્રણ બચ્ચા, જ્વાલા (સિયા), લગભગ બે મહિનામાં કેએનપીમાં મૃત્યુ પામ્યા છે, જે ઘણા નિષ્ણાતોને નિવાસસ્થાન અને વન્યજીવન વ્યવસ્થાપન પર પ્રશ્નાર્થ તરફ દોરી જાય છે.સરકાર પણ હવે આ બબાતે ચિંતામાં સરી પડી છે.
ચિત્તાઓના થતા મોતથી કેન્દ્ર હવે એલર્ટ બન્યું છે.ખાસ કરીને કેન્દ્ર સરકારે ચિત્તાઓના પુનર્વસન માટે એક ખાસ સમિતિની રચના કરી છે આ 11 સભ્યોની સમિતિ હવે આ ચિતા પુનર્વસન પ્રોજેક્ટની પ્રગતિની સમીક્ષા અને અહીની સમગ્ર સ્થિતિનું નિરિક્ષણ કરશે.
કુનો નેશનલ પાર્કમાં ત્રણ બચ્ચાના મૃત્યુ બાદ ગ્લોબલ ટાઈગર ફોરમના જનરલ સેક્રેટરી રાજેશ ગોપાલની અધ્યક્ષતામાં એક કમિટી બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મહત્ત્વાકાંક્ષી ચિત્તા પુનર્વસન પ્રોજેક્ટના ભાગરૂપે ગયા વર્ષે 17 સપ્ટેમ્બરના રોજ તેમના 72માં જન્મદિવસે નામિબિયાથી કુનો સુધી આઠ ચિત્તા છોડ્યા હતા. એ જ રીતે, 18 ફેબ્રુઆરીએ, દક્ષિણ આફ્રિકાથી લાવવામાં આવેલા 12 ચિત્તા કુનોમાં છોડવામાં આવ્યા હતા.