દિલ્હીઃ રસીના વિશેષજ્ઞ ડો. ગગનદીપ કાંગએ જણાવ્યું કે, કોરોના વાયરક સંક્રમણ સંભવતઃ સ્થાનિકતા અથવા એન્ડેમિસિટીની દિશામાં આગળ વધી રહ્યું છે. સ્થાનીય સ્તર સંક્રમણનું જોર વધશે અને સમગ્ર દેશમાં ફેલાઈને મહામારીની ત્રીજી લહેરનું સ્વરૂપ ધારણ કરશે પરંતુ આ પહેલાની જેમ નહીં હોય, કોઈ પણ બીમારી માટે સ્થાનિક અથવા અંડેમિક તબક્કામાં છે.
જેમાં લોકો વાયરસની સાથે જીવતા શિખી જશે. આ મહામારી બહુ અલગ છે જે મોટી સંખ્યામાં લોકોને પોતાની ઝપટમાં લઈ શકે છે. ભારતમાં કોવિડ-19ની સ્થિતિ ઉપર વાત કરતા તેમણે વધુમાં કહ્યું કે, બીજી લહેર બાદ દેશમાં લગભગ અનેક લોકો અસરગ્રસ્ત થયાં હતા.
તેમણે કહ્યું કે, અમે સ્થાનિક સ્તર ઉપર સંક્રમણ જોર પકડતા દેખાશે જે નાનું હશે અને સમગ્ર દેશમાં ફેલાશે. જે ત્રીજી લહેર બની શકે છે. એવુ થઈ શકે છે, જો આપણે તહેવારોને લઈને આપણો વ્યવહાર નહીં બદલાયો પરંતુ પહેલા જેટલુ સંક્રમણ વધારે નહીં હોય. કોવિડ ભારતમાં એન્ડમિકની સ્થિતિમાં પહોંચવાની દીશામાં છે.