Site icon Revoi.in

અર્થવ્યવસ્થાને લઈને FICCI એ ચિંતા વ્યક્ત કરી –  25 રાજ્યોના મુખ્યમંત્રીઓને લખ્યો પત્ર, લોકડાઉન ન કરવાની અપીલ કરી

Social Share

દિલ્હી – સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે લોકડાઉનના અણસાર જોવા મળી રહ્યા છે, તો કેટલાક રાજ્યોમાં સાપ્તાહિક લોકડાઉન લાગુ કરવમાં આવ્યું છે ત્યારે આ બાબતે ઔદ્યોગિક સંગઠન FICCI એ 25 રાજ્યોના મુખ્યમંત્રીઓને એક ખાસ પત્ર લખ્યો છે.

આ પત્રમાં ફિક્કી એ દેશમાં લોકડાઉન લાગુ ન કરવાની અપીલ કરવામાં આવી છે, ફિક્કીના અધ્યક્ષ ઉદય શંકરે પત્રમાં જણાવ્યું છે કે, આ પહેલા લગાવેલા લોકડાઉનથી અર્થવ્યવસ્થામાં હજુ પમ સુધારો થયો નથી, તેથી આપણે રાજ્યોમાં અન્ય લોકડાઉન અથવા આંશિક લોકડાઉન કરવાનું ટાળવું જોઈએ.

ફિક્કીએ આ પત્ર દેશના રાજ્યો, દિલ્હી, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, રાજસ્થાન, ત્રિપુરા, મેઘાલય, ઝારખંડ, હિમાચલ પ્રદેશ, બિહાર, નાગાલેન્ડ, મિઝોરમ, આંધ્રપ્રદેશ, ગુજરાત, મણિપુર, આસામ, તામિલનાડુ, તેલંગાણા, ગોવા, પુડ્ડુંચેરી, અરુણાચલ પ્રદેશ, હરિયાણા, જમ્મુ-કાશ્મીર, ઓડિશા, સિક્કિમ, કેરળના મુખ્યમંત્રીઓને  લખ્યો છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે, આ તબક્કે, આ સખ્ત પગલું સમગ્ર પરિસ્થિતિ સાથે સુસંગત રહેશે નહીં અને અર્થવ્યવસ્થાને ઘાટામાં લઈ જશે. લોકડાઉન અથવા આંશિક લોકડાઉનને બદલે રાજ્યોને કોવિડ પરીક્ષણમાં વધારો, જાગૃતિ અભિયાનો, માસ્ક પહેરવું, સામાજિક અંતર જાળવવું અને સ્વચ્છતા જેવા કોવિડ પ્રોટોકોલોનું સખ્ત પાલન કરવાનું સૂચન કર્યું છે.

સાહિન-