Site icon Revoi.in

કોરોનાના કહેર વચ્ચે દેશના બે રાજ્યોમાં  કોરોનાના 2 નવા સ્ટ્રેન મળતા ચિંતા વધી

Social Share

દિલ્હી – સમગ્ર વિશ્વમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે ત્યારે આપણા દેશમાં પણ ફરી એક વખત કોરોના વકરતો જોવા મળી રહ્યો છે,તો બીજી તરફ દેશના કેટલાક રાજ્યોમાં વાયરસના નવા સ્ટ્રેન પણ મળી આવ્યા છે.આ બાબતે કેન્દ્ર સરકારે મંગળવારે માહિતી આપી હતી.

આરોગ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે દેશના 3 રાજ્યો મહારાષ્ટ્ર, કેરળ અને તેલંગણામાં કોરોના વાયરસના બે નવા સ્ટ્રેન મળી આવ્યા છે. જો કે આ બાબતને લઈને અધિકારીઓનું કહેવું છે કે, હજું સુધી તે માટે કોઈ ચોક્કસ પૂરાવા નથઈ મળ્યા કે આ નવા સ્ટ્રેનના કારણે કોરોના વકર્યો છે,ત્યારે આ પહેલા પણ બ્રિટન, દક્ષિણ આફ્રીકન અને બ્રાજીલમાં કોરોના સ્ટ્રેનની પુષ્ટિ થઈ ચૂકી છે.ત્યારે દેશમાં આ નવા સ્ટ્રેનને લઈને હવે ચિંતા વધી છે.

નીતિ આયોગ દ્રારા વિતેલા દિવસે આપવામાં આવેલી માહિતી પ્રમાણે ઈન્ડિયન સાર્સ સીઓવી-2 જીનોમિક કંસોર્ટિયાએ કોરોના વાયરસના 2 નવા સ્વરુપ એન 440 કે તથા ઈ 484નીપૃષ્ટી કરી છે.તેમણે જણાવ્યું કે . ઈ484કે વેરિએન્ટ કેરળ અને તેલંગાણામાં મળી આવ્યા છે.

ત્યારે હવે આ મામલે સરકારની ચિંતા વ્યાપક પણે વધી રહી છએ તો બીજી તરફ કોરોના કેસ પણ વકરી રહ્યા છે, મહારાષ્ટ્રમાં કોરોનાના નવા કેસો ખૂબ બહાર આવી રહ્યા છે.

સાહિન-