- વિશ્વ ભારત સાથે જોડાયેલું છે
- ઓડિશા અકસ્માત બાદ શોક સંદેશાઓ આ વાત સાબિત કરી દે છે
દિલ્હીઃ- શુક્રવારની સાંજે ઓડિશાના બાલાસોરમાં ત્રિપલ ટ્રેન અકસ્માત સર્જાયો હતો જેમાં 280 લોકોના મોત થયા તો 900થી વધુ લોકો ઘાયલ થયા ,આ અકસ્માત એટલો ભયંકર હતો કે લાંબા દિવસો સુધી તેની છબી દિવમાં ઘર કરી જાય છે. ત્યારે આ સ્થિતિમાં ભારતની પડખે અનેક દેશનું આશ્વાસન હતું, વિશ્વના અનેક નેતાઓએ આ ઘટના પર શોક સંદેશ આપ્યા હતા.
આ ઘટનાને લઈને વિશ્વ ભારત સાથએ જોડાયેલું તે વાત સાબિત થી રહી છે,આ બાબત મંત્રી એસજયશંકરે જણાવી હતી, વિદેશ મંત્રી એ વિતેલા દિવસને રવિવારે કહ્યું કે ઓડિશામાં ભયાનક ટ્રેન દુર્ઘટનાને પગલે તેમને જે શોક સંદેશો અને સમર્થન મળ્યું છે તે દર્શાવે છે કે વિશ્વ ભારત સાથે કેટલું જોડાયેલું છે.
આ વાત તેમણે ત્યારે કહી હતી કે જ્યારે તેઓ રવિવારે નામીબિયામાં ભારતીય ડાયસ્પોરાને સંબોધી રહ્યા હતા વિદેશ મંત્રી જયશંકરે કહ્યું કે વિશ્વભરના ઘણા નેતાઓ અને અહીંના વિદેશ મંત્રીએ (નામિબિયા) પણ એકતા વ્યક્ત કરી છે અને સહાનુભૂતિ વ્યક્ત કરી છે.
તેમણે પોતાના સંબોધનમાં વધુમાં આ બાબતે કહ્યું કે , “મને દુનિયાભરમાંથી ઘણા સંદેશા મળ્યા છે. વડાપ્રધાનને પણ ઘણા સંદેશા મળ્યા છે. આ વિશ્વ આજે કેટલું વૈશ્વિકીકરણ છે અને વિશ્વ ભારત સાથે કેવી રીતે જોડાયેલ છે તેનું ઉદાહરણ સાબિત થાય છે.” વિદેશ મંત્રીએ કહ્યું, “ભારતમાં એક દુર્ઘટના બની અને દુનિયાએ ભારતની પડખે ઊભા રહેવાનો નિર્ણય કર્યો.” ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં અનેક વિદેશી નેતાઓએ શોક સંદેશ આપ્યા હતા.