Site icon Revoi.in

અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ, ફાઇલીંગ અને IP કોમર્શિલાઇઝેશન અંગે તાલીમ શિબિર યોજાઈ

Social Share

ગાંધીનગરઃ ટેક્નિકલ શિક્ષણ વિભાગની કચેરી, ગાંધીનગર અને ગુજરાત નોલેજ સોસાયટીના સંયુક્ત ઉપક્રમે અધ્યાપકો માટે પેટન્ટ ડ્રાફ્ટીંગ, ફાઇલીંગ અને IP કોમર્શિલાઇઝેશન અંગે અઠવાડિક તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.

ટેક્નિકલ શિક્ષણ વિભાગના કમિશ્નર  બંછાનિધિ પાનીના માર્ગદર્શન હેઠળ સંયુક્ત નિયામક  સચિન પરીખ, તુષાર રાવલ, અધિક મુખ્ય કારોબારી  રાગેશ કાપડિયા તેમજ તેમની ટીમના સભ્યો દ્વારા  ટેક્નિકલ કોલેજના અધ્યાપકો માટે “Patent Drafting, filing and  IP commercialization” જેવા રસપ્રદ વિષય પર એક અઠવાડિયાની તાલીમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. કચેરીના સેમિનાર હોલ ખાતે યોજાયેલી આ તાલીમમાં 18થી વધુ સંસ્થાઓના 30થી વધુ અધ્યાપકોએ ભાગ લીધો હતો. અધ્યાપકોને તાલીમ કોર્ષમાં રિસર્ચ કેવી રીતે કરવું, પેટન્ટ કેવી ફાઈલ કરવી, તેમાં SSIP ગ્રાન્ટ કેવી રીતે મળે, ઉદ્યોગ જગતમા પેટન્ટનુ શુ મહત્વ છે? વગેરેની સમજણ આપવામાં આવી હતી.

આ તાલીમમાં એકેડેમીક અને ઉદ્યોગ જગતના વિવિધ 17 જેટલાં નિષ્ણાંતો કે જે i-Hub, GNLU, IITRAM,GCCI, GSFC, ISHRAE, GITCO, લોયર ફર્મ જેવી ખ્યાતિ પ્રાપ્ત સંસ્થાઓ સાથે સંકળાયેલ નિષ્ણાતોએ અધ્યાપકોને તાલીમ પુરી પાડી હતી. આ અઠવાડિક તાલીમ કોર્ષમાં રિસર્ચ કેવી રીતે કરવું, પેટન્ટ કેવી ફાઈલ કરવી, તેમાં SSIP ગ્રાન્ટ કેવી રીતે મળે, ઉદ્યોગ જગતમા પેટન્ટનુ શુ મહત્વ છે? વિદેશમા પેટન્ટ કેવી રીતે મહત્વ ધરાવે છે? ઉદ્યોગ જગત તરફથી વિદ્યાર્થીઓને શુ સહયોગ મળી શકે? જેવા વિવિધ રસપ્રદ વિષયોને સાંકળી લેવામાં આવ્યા હતા. તાલીમને અંતે અદ્યાપકોને નવનિર્મિત i-Hubની અભ્યાસ મુલાકાત કરાવવામાં આવી હતી. જેમાં વિવિધ ઇનોવેટીવ સ્ટાર્ટ અપનુ ડેમોસ્ટ્રેશન પણ ગોઠવવામાં આવ્યું હતું.