જમ્મુ-કાશ્મીરના નૌશેરામાં ઘુસણખોરી કરતા પકડાયેલા આતંકીની કબુલાત – પાક સેનાના કર્નલના ઈશારા પર આવ્યો હતો
- ફિદાયીન આતંકવાદી એ કરી મોટી કબૂલાત
- પાક સેનાના કર્નલના ઈશારા પર કરી હતી એન્ટ્રી
શ્રીનગરઃ- જમ્મુ કાશ્મીરમાં સતત આતંકીઓ પોતાની નાપાક હરકતને અંજામ આપવાના પ્રયાસો છે, ત્યારે વિતેલા દિવસે કાશઅમીરના નૌશેરા વિસ્તારમાંથી ઘુસણખોરી કરતા એક પાકિસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી ત્યારે હવે આ આતંકીએ પોતાના ભારતની સરહદે ઘુસણખોરી કરવા મામલે મોટી કબુલાત કરી છે.
આ આતંકવાદી કે જેનું નામ તબરક છે તેણે પુછપરછ દરમિયાન જણાવ્યું છે કે તેની સાથે 4 થી 5 આતંકવાદીઓ પણ હથિયારો સાથે આવ્યા હતા. તેણે પોતાનાન પિતાનું નામ મલિક જણાવ્યું છે અને તે 6 ભાઈ-બહેન છે. તેણે પોતાના ગામનું નામ સબજાકોટ કહ્યું છે અને કહ્યું કે તેનું ગામ LoC થી 2 થી 3 કિમી દૂરી પર સ્થિત છે.
આ સાથે જ તેણે એ વાતનો પણ ખુલાસો કર્પાયો છે કે તેને કિસ્તાનમાં ટ્રેનિંગ આપવામાં આવી હતી અનેને તેના સહયોગીઓને ભારતમાં અશાંતિ ફેલાવવા માટે મોકલવામાં આવ્યા હતા.ફિદાયીન આતંકવાદીએ વધુમાં એમ પણ જણાવ્યું કે તેને ભારત મોકલનારનું નામ ચૌધરી યુનુસ છે અને તે પાકિસ્તાની સેનામાં કર્નલ છે. તેને ચાર-પાંચ બંદૂકો પણ આપવામાં આવી હતી. તેણે જણાવ્યું કે ગોળી લાગ્યા બાદ તેણે પોતાના સાથીઓને મદદ માટે બોલાવ્યા હતા પરંતુ કોઈ આવ્યું નહીં.
આથી વિશેષ આ આતંકવાદીએ ખુલાસો કર્યો હતો કે તેને ઝાંગર બોર્ડર પર ભારતીય સૈન્ય ચોકી પર ફિદાયીન હુમલો કરવા માટે મોકલવામાં આવ્યો હતો. કેમેરા સામે તબારક હુસૈનના દરેક શબ્દે પાકિસ્તાન અને તેની સેનાના આતંકવાદી ઈરાદાના નાપાક મનસુબાને સામે લાવી દીધા છે,એક તરફ યુએનમાં જ્યા પાકિસ્ચતાન પોતાનો બચાવ કરતું રહ્યું છે ત્યારે આ આતંકીની કબુલાત પાકિસ્તાનના મોઢા પર તમાચ બરાબર છે,પાકિસ્તાન માત્ર ભારત સામે નહી વિશ્વ સામે છતુ પડ્યું છે.