Site icon Revoi.in

પશ્ચિમ એશિયામાં સંઘર્ષ ઘટાવવા માટે વાતચીત અને કુટનીતિથી ઉકેલ લાવવો જોઈએઃ ભારત

Social Share

નવી દિલ્હીઃ ઈરાનએ ઈઝરાયલ ઉપર મિસાઈલ એટેક કર્યાં બાદ ઈઝરાયલી પીએમ નેતન્યાહૂએ આપેલી ધમકીને પગલે પશ્ચિમ એશિયામાં મોટા યુદ્ધના ભણકારા વાગી રહ્યાં છે. દરમિયાન સમગ્ર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ભારતીય વિદેશ મંત્રાલયએ વાતચીત અને કૂટનીતિથી મુદ્દાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે.

ભારતીય વિદેશ મંત્રાલયએ નિવેદન જાહેર કરીને જણાવ્યું હતું કે, અમે પશ્ચિમ એશિયામાં સુરક્ષા સ્થિતિને બગડતી જોઈને ચિંતિત છે. અમે સંબંધિત પક્ષોને સંયમ રાખવા અને નાગરિકોની સુરક્ષાને ધ્યાનમાં રાખવા અપીલ કરી છે. સંઘર્ષ વ્યાપક સ્વરૂપ ઘારણ ના કરે અને અમે આગ્રહ કરીએ છીએ કે, તમામ મુદ્દાઓનો વાતચીતથી અને કુટનીતિના માધ્યમનો ઉકેલ લાવવો જોઈએ.

દરમિયાન ઈરાનના હુમલા બાદ ઈઝરાયલે બદલો લેવાની પ્રતિજ્ઞા લીધી છે. દરમિયાન, બંને દેશો વચ્ચે યુદ્ધના વધતા જોખમને ધ્યાનમાં રાખીને, ભારત સરકારે ઈરાનમાં વસતા પોતાના નાગરિકોને સાવચેત કર્યા છે. ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું કે, તે મધ્ય પૂર્વની ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. એડવાઈઝરી જાહેર કરીને વિદેશ મંત્રાલયે કહ્યું કે, “ભારતીય નાગરિકોને સલાહ આપવામાં આવે છે કે તેઓ ઈરાનની તમામ બિન-જરૂરી મુસાફરી ટાળે. હાલમાં ઈરાનમાં રહેતા લોકોને સતર્ક રહેવા અને તેહરાનમાં ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવાની વિનંતી કરવામાં આવે છે.