કોંગ્રેસ પર ભાજપને મદદ કરવાનો આરોપ!, જાણો કોણે લગાવ્યો સોનિયા-રાહુલની કૉંગ્રેસ પર આરોપ?
નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં વંચિત બહુજન અઘાડી (બીબીએ)ના નેતા પ્રકાશ આંબેડકરે સીટ શેયરિંગ મામલામાં ગંભીરતા નહીં દેખાડવાની વાત કહેતા કોંગ્રેસની આકરી ટીકા કરી છે. તેમણે કહ્યુ છે કે જો કોંગ્રેસ બેઠકોની વહેંચણી પર નિર્ણય કરવામાં વધુ સમય લે છે, તો તેનાથી ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મદદ મળશે.
બીબીએના નેતાએ કહ્યુ છે કે તે આશ્ચર્યચકિત છે કે વિપક્ષી સહયોગીઓની વચ્ચે બેઠકોની વહેંચણીની વાતચીત શરૂ કરવાના સ્થાને કોંગ્રેસ રાહુલ ગાંધીની ભારત ન્યાય યાત્રાની તૈયારી કરી રહી છે. તેમણે એમ પણ કહ્યુ છે કે કોંગ્રેસે સ્પષ્ટ કરવું જોઈએ કે શું તે ગઠબંધનની સાથે ચૂંટણી લડવાને લઈને ગંભીર છે અથવા નહીં?
કોંગ્રેસ પર આરોપ સાથે નિશાન-
પ્રકાશ આંબેડકરે કહ્યુ છે કે માત્ર ગઠબંધન બાબતે વાત કરવાથી કામ ચાલતું નથી. તમારે (કોંગ્રેસ) પોતાના ઈરાદા સ્પષ્ટ કરવા જોઈએ કે તમે લડવા ચાહો છો કે નહીં. પ્રકાશ આંબેડકરના બીબીએને અત્યાર સુધી વિપક્ષી ગઠબંધન ઈન્ડિયા બ્લોકમાં સામેલ કરી નથી. લગભગ 26 પાર્ટીઓએ વિપક્ષ ગઠબંધન કર્યું છે. તેમણે કહ્યુ છે કે નીતિશ કુમાર જ હતા, જેમણે તમામ વિપક્ષી દળોને એકસાથે જમા કર્યા અને હવે કોંગ્રેસે મોરચો સંભાળ્યો છે.
તેમણે કહ્યુ છે કે કોંગ્રેસે જલ્દીમાં જલ્દી વાતચીત સુનિશ્ચિત કરવી જોઈએ અને નેતૃત્વ કરવું જોઈએ. પ્રકાશ આંબેડકરે કહ્યુ છે કે તેમણે અને શિવસેનાના ઉદ્ધવ ઠાકરેએ પહેલા જ નક્કી કરી લીધું છે કે જો મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી બેઠકોની વહેંચણી નહીં કરી શકે, તો તેમને કેટલી બેઠકો પર લડવું જોઈએ. પ્રકાશ આંબેડકરે દાવો કર્યો છે કે પ્રાદેશિક પાર્ટીઓ ચૂંટણી લડવાને લઈને ગંભીર છે. પરંતુ રાષ્ટ્રીય પાર્ટીઓ ગંભીર દેખાય રહી નથી.