કોંગ્રેસ અને મૌલાના અરશદ મદની ઉપર સંત સમાજના આકરા પ્રહાર
નવી દિલ્હીઃ કર્ણાટકમાં બજરંગ દળ ઉપર માંગણી કરનાર જમિયત ઉમેલા એ હિંદના મૌલાના સામે હિન્દુ સંગઠનોમાં નારાજગી ફેલાઈ છે. દરમિયાન સંત સમાજે કોંગ્રેસે અને મૌલાના ઉપર આકરા પ્રહાર કર્યાં હતા. તેમજ કહ્યું હતું કે, ઈન્દિરા ગાંધીએ બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ બંધારણીય શબ્દ નહીં હોવા છતા બળજબરીથી જોડ્યો હતો. બજરંગ દળ દેશભક્તોનું સંગઠન છે, દેશ માટે મરનારાઓનું સંગઠન છે, તેની પાછળ દેશનો સંત સમાજ ઊભો છે.
વાંચો અન્ય ન્યૂઝઃ 30 ડિસેમ્બર સુધીમાં તૈયાર થઈ જશે રામ મંદિરનો મંડપ,ભક્તો રામલલાના કરી શકશે દર્શન
વારાણસીમાં અખિલ ભારતીય સંત સમિતના મહામંત્રી સ્વામી જિતેન્દ્રાનંદ સરસ્વતીએ જમીયત ઉલેમા-એ-હિંદના આગેવાનો ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, તેઓએ ઈતિહાસ અને તેમની સ્મૃતિ બંનેને સાચી રાખવી જોઈએ, મૌલાનાઓ તરફથી જે રીતે ખાલિસ્તાનને સમર્થન આપવામાં છે તે તેમની દેશદ્રોહી માનસિકતા દર્શાવે છે. ઈન્દિરા ગાંધીએ 1975માં બિનસાંપ્રદાયિકતા અને સમાજવાદ શબ્દો બળપૂર્વક ઉમેર્યા, તે બંધારણનો શબ્દ નથી, ભારત હિન્દુ રાષ્ટ્ર હતું અને ભવિષ્યમાં પણ રહેશે.
વાંચો… પૂર્વ PM મનમોહન સિંહથી લઈને સોનિયા ગાંધી અમારી વાત સાંભળતાઃ મૌલાના અરશદ મદની
સ્વામી જીતેન્દ્રનંદ સરસ્વતીએ કહ્યું કે, કોઈપણ રાજ્ય સરકારને કોઈપણ સંગઠન પર પ્રતિબંધ મૂકવાનો અધિકાર નથી. કોંગ્રેસે સત્તામાં રહીને ઘણી વખત સંઘ પર પ્રતિબંધ મૂક્યો હતો, મૌલાના સાહેબ, ઈતિહાસ અને તમારી યાદશક્તિ બંનેને બરાબર રાખો. બજરંગ દળ એ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનું સંગઠન છે બજરંગ દળ એ સનાતન હિન્દુ ધર્મના યુવાનોની યુવા શક્તિ છે, જેની પાછળ સંત સમાજ ઉભો છે. બજરંગ દળ એ દેશભક્તોનું સંગઠન છે જે રાષ્ટ્રીય એકતા અને અખંડિતતા માટે લડે છે અને મૃત્યુ પામે છે, તમે તેના પર પ્રતિબંધ મૂકવાનું સપનું લઈને દુનિયામાં આવ્યા છો અને તમે દુનિયા છોડી જશો, બજરંગ દળ ગુંડાઓનું સંગઠન નથી.