Site icon Revoi.in

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરી, કૂલ 184 ઉમેદવારો જાહેર

Social Share

નવીદિલ્હીઃ લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની ચોથી યાદી જાહેર કરતા અત્યાર સુધીમાં કૂલ 148 ઉમેદવારોના નામ જાહેર કરી દેવામાં આવ્યા છે. કોંગ્રેસ દ્વારા પ્રથમ યાદીમાં 39 ઉમેદવાર, બીજી યાદીમાં 43 ઉમેદવારો અને ત્રીજી યાદીમાં 57 ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવ્યા હતા આમ, કોંગ્રેસે અત્યાર સુધીમાં 185 ઉમેદવારના નામ જાહેર કર્યા છે. ચોથી યાદીમાં મધ્યપ્રદેશમાં દિગ્વિજય સિંહને રાજગઢથી ટિકિટ અપાઈ છે. જ્યારે વારાણસીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સામે અજય રાયને ટિકિટ આપવામાં આવી છે. જો કે અમેઠી અને રાયબરેલીમાં હજુ સુધી ઉમેદવારોના નામ હજુ જાહેર કરવામાં આવ્યા નથી. પણ અમેઠીમાંથી રાહુલ ગાંધી અને રાયબરેલીમાંથી પ્રિયંકા ગાંધીને મેદાનમાં ઉતારવામાં આવે તેવી શક્યતા છે.

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે 46 ઉમેદવારોની યાદી જાહેર કરી છે, જેમાં 9 ઉત્તરપ્રદેશથી અને 12 મધ્યપ્રદેશથી ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. તથા આસામ, અંદામાન, ચંદીગઢ, મિઝોરમ અને બંગાળથી 1-1 ઉમેદવારના નામ જાહેર કરાયા છે. તેમજ જમ્મુ કાશ્મીર, મણિપુર અને ઉત્તરાખંડથી 2-2 ઉમેદવારોને ટિકિટ અપાઈ છે. ઉપરાંત રાજસ્થાનથી 3, મહારાષ્ટ્રથી 4 અને તામિલનાડુથી 7 ઉમેદવારને ચૂંટણી મેદાનમાં ઉતારાયા છે. કોંગ્રેસ દ્વારા અત્યાર સુધી 183 સીટો પર ઉમેદવારો જાહેર કર્યા છે. દિગ્વિજય સિંહને મધ્યપ્રદેશના રાજગઢથી ટિકિટ આપવામાં આવી છે. વારાણસીથી પીએમ મોદી સામે અજય રાયને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. દાનીશ અલીને ઉત્તર પ્રદેશના અમરોહાથી ટિકિટ અપાઈ છે. દાનીશ અલી તાજેતરમાં જ BSPમાંથી રાજીનામું આપીને કોંગ્રેસમાં આવ્યા છે.

લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે ગત તા. 21મી માર્ચને  ગુરુવારે ત્રીજી યાદી જાહેર કરી હતી. જેમાં  7 રાજ્યો અને એક કેન્દ્રશાસિત પ્રદેશ સહિત કૂલ 56 ઉમેદવારોના નામ જાહેર કરાયા હતા. 57 બેઠકોમાં રાજસ્થાનની સીકર સીટ સીપીઆઈ-એમ માટે છોડી દેવામાં આવી હતી. પશ્ચિમ બંગાળના બહેરામપુરથી અધીર રંજન ચૌધરી અને મહારાષ્ટ્રના નાંદેડના વસંત રાવ ચવ્હાણના નામની જાહેરાત કરવામાં આવી હતી. CECની પ્રથમ બેઠક 7 માર્ચે યોજાઈ હતી. 39 બેઠકો માટેની પ્રથમ યાદી 8 માર્ચે બહાર પાડવામાં આવી હતી, જેમાં છત્તીસગઢ, કર્ણાટક, કેરળ, લક્ષદ્વીપ, મેઘાલય, નાગાલેન્ડ, સિક્કિમ, તેલંગાણા અને ત્રિપુરાની લોકસભા સીટો માટે નામોની જાહેરાત કરવામાં આવી હતી, જેમાંથી 16 કેરળનાં, 7 કર્ણાટકનાં, 6 છત્તીસગઢનાં અને 4 તેલંગાણાનાં નામ હતાં, જ્યારે મેઘાલયમાંથી બે અને નાગાલેન્ડ, ત્રિપુરા, સિક્કિમ અને લક્ષદ્વીપમાંથી એક-એક નામ સામે આવ્યાં છે. આ 39 ઉમેદવારમાંથી 15 સામાન્ય કેટેગરીના અને 24 SC, ST, OBC અને લઘુમતી કેટેગરીના છે.