અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ સહિત ઈન્ડિ ગઠબંધન પર પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમના વોટ જિહાદ મામલે આકરા પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું હતું કે, વોટ જિહાદની વાત કરનાર કોંગ્રેસની તૃષ્ટીકરણની નીતિ દેખાય છે.
ગુજરાતમાં રેલીને સંબોધિત કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ભાજપ પહેલાથી જ કહે છે કે, દેશની એકતા માટે એસસી, એસટી, ઓબીસી અને જનરલ સમાજના ગરીબોના અધિકારોને ક્યારેય નુકશાન નહીં થવા દઈએ. તેમજ કોઈને હાથ લગાવવા પણ નહીં દઈએ. વિપક્ષી ગઠબંધનના એક નેતા મુસ્લિમોને વોટ જિહાદ કરવાનું કહ્યું છે. આપણે લવ જિહાદ સાંભલ્યું છે, લેન્ડ જિહાદ સાંભળ્યું છે હવે વોટ જિહાદ સાંભળી લીધું.
તેમણે સલમાન ખુર્શીદની ભત્રીજા મારિયા આલમનું નામ લીધા વિના કહ્યું હતું કે, આવુ નિવેદન શિક્ષિત પરિવારમાંથી આવ્યું છે કોઈ મદરેસામાં અભ્યાસ કરનાર બાળકે નથી કહ્યું. આપ જાણો છે કે, જિહાદ કોને કહેવાય. ઈન્ડી ગઠબંધને વોટ જિહાદની વાત કરીને સંવિધાનનું અપમાન કહ્યું છે. કોંગ્રેસે વોટ જિહાદના નિવેદનનો વિરોધ નથી કર્યો, આમાં કોંગ્રેસની તૃષ્ટીકરણની નીતિ દેખાય છે.
કોંગ્રેસના સિનિયર નેતા સલમાન ખુર્શીદની ભત્રીજી મારિયા આલમનું એક નિવેદન હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યું છે. જેમાં મારિયા વોટ જિહાદની વાત કરવાની સાથે પાર્ટી માટે વોટ માંગી રહી હતી. મારિયા આલમએ ફરુખાબાદમાં એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, આપણએ કંઈ કરી શકતા નથી, અમે માત્ર અને માત્ર વોટ જિહાદ કરી શકીએ છીએ. હું આપને વોટ જિહાદ કરવાની અપીલ કરી રહી છે.