દિલ્હીઃ દેશમાં આગામી વર્ષે ઉત્તરપ્રદેશ સહિત પાંચ રાજ્યોની ચૂંટણી યોજાવાની છે. જેને લઈને વિવિધ રાજકીય પાર્ટીઓ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા પણ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
દરમિયાન કોંગ્રેસ દ્વારા CWCની બેઠક બોલાવવામાં આવી છે. જેમાં કેટલાક નેતોને મહત્વની જવાબદારી સોંપવામાં આવે તેવી શકયતા છે.
કોંગ્રેસ કાર્ય સમિતિ (CWC)ની બેઠક આગામી 16મી ઓક્ટોબરને બોલાવવામાં આવી છે. જેમાં સંગઠનાત્મ ચૂંટણી, આગામી વિધાનસભા ચૂંટણીઓ અને હાલની રાજનૈતિક હાલત પર ચર્ચા કરી શકાશે.
પાર્ટીની સંગઠન મહાસચિવ કે.સી.વેણુગોપાલએ ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. કોંગ્રેસના જી 23 સમૂહના નેતાઓની તરફથી પાર્ટીની અંદર ચર્ચા કરાશે અને હાલના મહિનાઓ અનેક નેતાઓને પાર્ટી છોડવાની પૃષ્ઠભૂમિમાં બેઠક બોલાવી છે.
વેણુગોપાલએ વધુમાં કહ્યું હતું કે, કોંગ્રેસ કાર્ય સમિતિની બેઠક 16મી ઓક્ટોબરના સવારે 10 કલાકે અખિલ ભારતીય કોંગ્રેસ કમિટીના કાર્યાલય 24 અકબર રોડ પર બોલાવાઈ છે જેથી હાલની રાજનૈતિક પરિસ્થિતિ, આગામી વિધાનસભા ચૂંટણીઓ અને સંગઠનાત્મ ચૂંટણીઓ ઉપર ચર્ચા કરી શકાશે.
CWC કોંગ્રેસના નિર્ણય લેવા માટે સર્વોચ્ચ સંસ્થા છે. કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પહેલા જ તેના સંકેત આપ્યા હતા કે, CWCની બેઠક બહુત જલ્દી બોલાવાશે. કોંગ્રેસના સિનિયર નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલએ CWCની બેઠક બોલાવવાની માંગણી કરી હતી.
અવુ માનવામાં આવી રહ્યું છે, CWCની આ બેઠક કોંગ્રેસ અધ્યક્ષએ ચૂંટણીની તૈયારીઓને આખરી આપવામાં આવશે. આ બેઠકમાં ઉત્તરપ્રદેશ, પંજાબ, ઉત્તરાખંડ, ગોવા અને મણિપુરમાં વિધાનસભાની ચૂંટણી તૈયારી અંગે ચર્ચા કરાશે.