અમદાવાદઃ મંદી, મોંઘવારી, મહામારીમાં નાગરિકો પાસેથી કોરોનાની સારવાર માટે જીવન બચાવવા માટે જરૂરી ઈન્જેક્સન, ઓક્સિજન, વેન્ટીલેટર સહિત પર વસૂલાતા ઉંચા જી.એસ.ટી. દરથી દેશના અને રાજ્યના નાગરિકોની હાલત અતિ વિકટ બની રહી છે ત્યારે વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સીજન કંસન્ટ્રેટર્સ સહિતની માનવજીંદગી માટેની જરૂરીયાત પરના જી.એસ.ટી.માં માફી – રાહતની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો રૂપિયા 6000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે. જી.એસ.ટી.ના ઉંચા દરથી વસુલાતા રૂપિયા 6000 કરોડની બચતથી ૧૨ લાખ ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ખરીદી શકાય, 1 લાખ 20 હજાર નવા વેન્ટીલેટર હોસ્પિટલમાં સ્થાપિત કરી શકાય. તેમજ આ રૂપિયા 6000 કરોડ રૂપિયામાંથી 20 કરોડ નાગરિકોને વેક્સિન આપી શકાય તેમ છે.
કોંગ્રેસના પ્રદેસ પ્રવક્તા ડો. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે, માત્ર કોવિશીલ્ડ વેક્સિનથી 1968 કરોડ જી.એસ.ટી. કેન્દ્ર સરકાર વસૂલે છે, કેન્દ્ર સરકાર જે વેક્સિનના ડોઝ તે ગણત્રીમાં લીધા નથી. રાજ્ય અને ખાનગી હોસ્પિટલો જે વેક્સિન ખરીદે તે કોવિશીલ્ડના 1968 કરોડ રૂપિયા જી.એસ.ટી. એક વર્ષમાં વસૂલવામાં આવશે. કોવેક્સિનમાં રાજ્ય અને ખાનગી હોસ્પિટલો પાસેથી 1050 કરોડ રૂપિયા જી.એસ.ટી. વસૂલવામાં આવશે માત્ર વેક્સિન પર કુલ 3018 કરોડ રૂપિયા જેટલો માતબર જી.એસ.ટી. કેન્દ્ર સરકાર વસૂલ કરી રહી છે.
વેક્સિન, રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ માત્ર ત્રણ પર જી.એસ.ટી. વસૂલાતની ગણત્રી કરીએ તો રૂપિયા 6000 કરોડ રૂપિયા જેટલી માતબર રકમ કોરોના મહામારીમાં વસુલવામાં આવી રહી છે. જી.એસ.ટી.ના ઉંચા દરથી વસુલાતા રૂપિયા 6000 કરોડની બચતથી 12 લાખ ઓક્સિજન કંસન્ટ્રેટર્સ ખરીદી શકાય, 1 લાખ 20 હજાર નવા વેન્ટીલેટર હોસ્પિટલમાં સ્થાપિત કરી શકાય તેમ છે. ઓક્સિજન કંસન્ટ્રેટર્સની 36 લાખની માંગ છે.50,000 રૂા. કિંમત ગણીએ તો કેન્દ્ર સરકાર 1446 કરોડ રૂપિયા જી.એસ.ટી. રાજ્ય અને ખાનગી હોસ્પિટલો પાસેથી ઓક્સિજન કંસન્ટ્રેટર્સ પર કેન્દ્ર સરકાર વસૂલ કરી રહી છે. રેમડેસીવીર ઈન્જેક્શનની 6 કરોડ જેટલી માંગ પ્રતિવર્ષ ગણત્રીએ 1446 કરોડ જેટલો જી.એસ.ટી. આમ રેમડેસીવીર અને ઓક્સિજન કંસન્ટ્રેટર્સ પર કુલ રૂ. 2892 કરોડ પ્રતિવર્ષ જી.એસ.ટી. રાજ્યો અને ખાનગી હોસ્પિટલો પાસેથી વસૂલાત કરી રહી છે.