1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ
ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

ગુજરાતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં થયેલા નુકશાન માટે ખાસ પેકેજ જાહેર કરવા કોંગ્રેસની માગ

0
Social Share

અમદાવાદઃ સરદાર સરોવર નર્મડા ડેમમાંથી એક સાથે લાખો ક્યુસેક પાણી છોડાતા  માનવસર્જિત આ આફતથી દક્ષિણ ગુજરાતના નર્મદા, સુરત, ભરૂચ, સહિતના જિલ્લાઓમાં નર્મદાના નીરથી ભયાવહ પુરની સ્થિતિ સર્જાતા મોટા પાયે નુકસાન-તારાજી થઈ છે. પશુધન, ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલા નુકશાન માટે  ગુજરાત ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સરકાર દ્વારા સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે,  તેમજ માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે  અને માનવસર્જિત પૂરઆફતની ન્યાયધિશના વડપણ હેઠળ SITની રચના કરી ન્યાયિક તપાસની કરવાની કોંગ્રેસ દ્વારા માંગણી કરી છે. તેમ ગુજરાત વિધાનસભા કોંગ્રેસ પક્ષના ઉપનેતા શૈલેષ પરમારે જણાવ્યું હતું

તેમણે વધુ જણાવ્યું હતું કે,  સરદાર સરોવર પરિયોજનામાંથી  18 લાખ કયુસેક પાણી નર્મદા નદીમાં છોડતા વડોદરા, ભરૂચ અને નર્મદા જીલ્લામાં મોટા પાયે નુકસાન થયું છે.  ભરૂચ જિલ્લામાં કડોદ, શુકલતીર્થ, દાંડીયા બજાર, અંકલેશ્વરમાં સુરવાડી, ગડખોલ, ઝગડિયા તાલુકામાં અવિધા, પોર, અપરા પરા, તોથી દડા,   સિસોદરા, માંગરોળ સહિતના ગામોમાં જાત તપાસ કરતા મકાન, ઘર વખરી, દુકાન, ધંધા-ઉદ્યોગો,                                      ખેતી, પશુધનને ખુબ મોટું નુકશાન થયું છે. જ્યાં પાણી ઓસર્યા છે ત્યાં કાદવ કીચડ અને ગંદગીને કારણે રોગચાળો ફાટી નીકળે તેવી પરિસ્થિતિ છે. ત્યારે સ્વચ્છતા અભિયાનની મોટી મોટી વાતો કરતી સરકાર પ્રભાવિત વિસ્તારો રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગની ટીમો મોકલવી જોઈએ. પશુધન,  ખેતી, ધંધા-ઉદ્યોગ અને માનવજીવનને થયેલા નુકશાન માટે ભાજપ સરકાર સ્પેશીયલ પેકેજ જાહેર કરે, સત્વરે સર્વેની કામગીરી પૂર્ણ કરવામાં આવે, માનવસર્જિત પુરને કારણે અસરગ્રસ્તોને તાત્કાલિક કેશ ડોલ સહિતની રાહત ચૂકવવામાં આવે, માનવસર્જિત પુરઆફતની ન્યાયધીશની વડપણ હેઠળ SITની રચના કરી ન્યાયિક તપાસની કરવાની કોંગ્રેસ પક્ષ માંગ કરે છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેડૂતોનો ઉભો પાક ખતમ થઈ ગયો છે, આજે પણ ખેતરોમાં દોઢ ફૂટ પાણી છે, ખેતરોમાં રેતી આવી ગઈ છે, કાદવ છે. ખેડૂતોએ ખૂબ મોટી જહેમત ઉઠાવવી પડશે. સોસાયટીમાં પાણી ભરાવાથી સામાનને નુકસાન થયુ છે, ઘરોમાં 10-10 ફૂટ પાણી ભરાયેલા હતા વિસ્તારના સામાન્ય-મધ્યમવર્ગના લોકો ખુબ હાલાકીની સામનો કરી રહ્યા છે. સ્થાનિકો સાથેની વાતચીતમાં લોકોએ જણાવ્યુ કે ભૂતકાળમાં જ્યારે પાણી છોડાતુ તો જાણ કરાતી હતી પરંતુ આ વખતે કોઈ જ જાણ કરાઈ નહોતી. ભલે કલેક્ટરની એસી ઓફિસોમાં બેસે પરતું આરોગ્ય મંત્રીને વિનંતી કે અસરગ્રસ્ત વિસ્તારોમાં જાય. જે લોકોના મકાન તબાહ થયા છે તેમને ઘર આપવામાં આવે,  જેમની સંપૂર્ણ ઘરવખરી નાશ પામી છે તેને વળતર આપવામાં આવે,  દુકાનોમાં વેપારીઓને જે નુકસાન થયુ છે તેનો સત્વરે સર્વે કરાવી વળતર આપવામાં આવે, પશુધન મૃત્યુ પામ્યા છે તેનો સર્વે કરાવી રાહત પેકેજ જાહેર કરે.  ત્રણેય જિલ્લામાં ખેડૂતોના પાકને નુકસાન થયુ છે તેના માટે રાજ્ય સરકાર વિશેષ પેકેજ જાહેર કરે તે જરૂરી છે.

ગુજરાત પ્રદેશ કોંગ્રેસનાં કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલએ જણાવ્યું હતું કે માનવસર્જિત આપદાને કારણે સરદાર સરોવર પરિયોજના-બંધ સંચાલન સત્તાધિશોની ગંભીર ગુનાઈત બેદરકારી અને બેજવાબદારીના લીધે હજારો પરિવારો પુરનો ભોગ બન્યાં છે, કરોડો રૂપિયાની ઘરવખરી અને સંપત્તિને નુકસાન થયું. ગુજરાત કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષશ્રી શક્તિસિંહ ગોહિલજીની સુચનાથી વડોદરા-ભરૂચ-નર્મદા જિલ્લાના પુર અસરગ્રસ્ત વિસ્તારના લોકોની વેદના અને સમસ્યાઓને સાંભળવા પ્રતિનિધિ મંડળએ મુલાકતની લીધી હતી.

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code