અમદાવાદઃ ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે, ત્યારે કોંગ્રેસ દ્વારા માછીમાર સમાજને માટે ચૂંટણી વચન આપ્યું છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના માછીમારોને 14 પ્રકારની ગેરંટી આપવામાં આવી હતી. કોંગ્રેસે તેના સંકલ્પપત્રમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મૃત્યુ થશે તો 10 લાખ તેમજ જેલમાં રહે ત્યાં સુધી તેના પરિવારોને રોજના 400 રૂપિયાની સહાય આપવામાં આવશે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. ઉમેદવારોની પસંદગીથી લઈને સંગઠન સુધીની પ્રક્રિયા જોરશોરથી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે કોંગ્રેસ દ્વારા માછીમારો માટે સંકલ્પપત્ર રજૂ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસ દ્વારા ગુજરાતના માછીમારોને 14 પ્રકારની ગેરંટી આપવામાં આવી હતી. કોંગ્રેસે તેના સંકલ્પપત્રમાં જણાવ્યું હતું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો પાકિસ્તાનની જેલમાં ગુજરાતના માછીમારનું મૃત્યુ થશે તો 10 લાખ તેમજ જેલમાં રહે ત્યાં સુધી તેના પરિવારોને રોજના 400 રૂપિયાની સહાય આપવામાં આવશે.
માછીમારોના સંકલ્પપત્રની અમદાવાદ ખાતેથી જાહેરાત કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે 27 વર્ષના શાસનમાં માછીમારોના હક્ક ઝૂંટવનારી ભાજપની સરકારને હટાવીને 2022માં કોંગ્રેસ પક્ષની સરકાર બનતાં જ માછીમાર ભાઈઓ માટે 27 વર્ષ પહેલાં અમલમાં રહેલી યોજનાઓ પુનઃ જીવિત કરવાની સાથે ગુજરાતને ફરીથી દેશનું ફિશિંગ હબ બનાવવાની બાંહેધરી આપીને માછીમારો માટેના 14 સંકલ્પ-ગેરંટીની જાહેરાત કરી હતી
ભાજપ સરકારની આકરી ઝાટકણી કાઢતાં કોંગ્રેસના આગેવાનોએ જણાવ્યું હતું કે રેવડીના નામે ભાજપ આજે પોતે દિલ્હીથી આવેલી પોતાની જ ”બી ટીમ” સાથે રેવડી કલ્ચરના નામે ”મિલી ઝૂલી કુસ્તી” ખેલી રહી છે. કોંગ્રેસે રજૂ કરેલા ખેડૂતો માટેના 11 મુદ્દાનો સંકલ્પપત્ર દેશના છતીસગઢ, રાજસ્થાન, કર્ણાટક, પંજાબ જેવાં અનેક રાજ્યો અમલ કરી ચૂક્યા છે. આ સંકલ્પપત્રનો અમલ કરવા કોંગ્રેસ પક્ષ કટિબદ્ધ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની દ્વારકા શિબિરમાં ચર્ચાયેલા ”દ્વારકા ઘોષણા પત્ર”ના બાકીના મુદ્દાઓની જાહેરાત હવે પછી તબક્કાવાર કરવામાં આવશે.(FILE PHOTO)