Site icon Revoi.in

ચૂંટણીપંચ સમક્ષ જે.પી.નડ્ડા અને અમિત માલવીયા સામે કોંગ્રેસે કરી ફરિયાદ

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીને પગલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિતના નેતાઓ હાલ સમગ્ર દેશમાં જોર-શોરથી પ્રચાર કરી રહ્યાં છે. તેમજ ભાજપા અને કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષોએ જીત માટે કવાયત શરૂ કરી છે. તેમજ રાજકીય પક્ષો દ્વારા જાહેરસભા અને રેલીઓએ ઉપર હરીફ સામે આકરા પ્રહાર કરી રહ્યાં છે. દરમિયાન કોંગ્રેસે ભાજપાના રાષ્ટ્રીય અધિયક્ષ જે.પી.નડ્ડા અને અમિલ માલવીયા સામે ચૂંટણીપંચના ફરિયાદ કરી હોવાનું જાણવા મળે છે. તેમજ આરોપ લગાવ્યો છે કે, ભાજપાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં અનુસુચિતજાતિ અને જનજાતિના લોકોને ખાસ ઉમેદવારને વોટ નહીં આપવા માટે ધમકાવ્યાં છે.

કોંગ્રેસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપના સોશિયલ મીડિયા પ્રભારી અમિત માલવીયા, કર્ણાટક ભાજપના અધ્યક્ષ બીવાય વિજયેન્દ્રની સામે ફરિયાદ કરી છે. કોંગ્રેસના મીડિયા પ્રભારી રમેશ બાબુએ મુખ્ય ચુંટણી અધિકારીને ફરિયાદ કરી છે. તેમજ કહ્યું છે કે, ‘ હું તમારું ધ્યાન સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર કરવામાં આવેલ એક વીડિયો તરફ દોરવા માંગુ છું જેનું નેતૃત્વ અમિત માલવિયા કરી રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે, ‘આ વીડિયોનો હેતુ લોકોમાં દુશ્મનાવટની લાગણી વધારવાનો અને SC, ST સમુદાય વિરુદ્ધ નફરત ફેલાવવાનો છે. આ વિડિયો આચાર સંહિતાનું ઉલ્લંઘન છે.