ઉત્તરપ્રદેશના લખનૌમાં કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીના મૌન ધરણાં : પોલીસે ફરિયાદ નોંધી
લખનૌઃ કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તરપ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધી વાડ્રા સામે મૌન ધરણા મુદ્દે લખનૌના હજરતગંજ પોલીસ સ્ટેશનમાં કલમ-144 અને કોવિડ નિયમોના ઉલ્લંઘન હેઠળ ફરિયાદ નોંધાઈ છે. પ્રિયંકા ગાંધી લખનૌ જિલ્લા તંત્રને જાણ કર્યાં વગર જીપીઓ સ્થિત ગાંધીજીની પ્રતિમા પાસે મૌન ધરણા પર બેઠા હતા. જો કે, કોંગ્રેસે મહાત્મા ગાંધીની પ્રતિમા પર પુષ્પાજંલી કરવાની મંજૂરી લીધી હતી.
આ મામલામાં સચિવાલય ચોકી ઈન્ચાર્જની ફરિયાદના આધારે પ્રદેશ અધ્યક્ષ અજય કુમાલ લલ્લૂ, જિલ્લા કોંગ્રેસ કમિટી અધ્યક્ષ વેદ પ્રકાશ ત્રિપાઠી અને દિલપ્રીત સહિત 500 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસના જણાવ્યા અનુસાર કલમ-144 લાગુ છે પરંતુ પ્રિયંકા ગાંદીએ લખનૌ પહોંચીને કાયદાનો ભંગ કર્યો છે. જેને લઈને હજરતગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. જો કે, ફરિયાદમાં પ્રિયંકા ગાંધીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. જો કે, પ્રદેશ અજય કુમાર લલ્લૂ અને કોંગ્રેસ કમિટી અધ્યક્ષ વેદ પ્રકાશ ત્રિપાઠી સહિત 500 વ્યક્તિઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસે જણાવ્યું હતું કે, કોવિડ પ્રોટોકોલ હેઠલ કલમ-144 લાગુ છે. જેમાં પ્રદર્શન કરવાની મંજુરી નથી. તેમ છતા એક સ્થળ પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થયાં હતા અને જીપીઓ પાસે પ્રદર્શન કર્યું હતું. આ વખતે પોલીસ દ્વારા સમજાવવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ કોઈ વાત સાંભળી ન હતી. મહાત્મા ગાંધીજીની પ્રતિમા સામે માત્ર બે મિનિટ મૌન વખતે જ્યારે પોલીસે કોવિડ પ્રોટોકોલનું પાલન કરવા માટે પ્રિયંકા ગાંધીને કહ્યું હતું. તે સમયે તેમણે કોઈ જવાબ નહીં આપીને એક કાગળ ઉપર માત્ર એટલું જ લખ્યું હતું કે, પંચાયત ચૂંટણીમાં પણ કોરોના હતો. જે બાદ પોલીસ અધિકારીઓને પરસેવો છુટી ગયો હતો. બીજી તરફ પરિસ્થિતિને પારખી ગયેલા પ્રિયંકા ગાંધી ઘરણાં ઉપર બેસી ગયા હતા. તેમજ કોંગ્રેસ મુખ્ય કાર્યલય ઉપર હાજર કાર્યકરોને ધરણાં સ્થળ ઉપર બોલાવવામાં આવ્યાં હતા.