Site icon Revoi.in

કર્ણાટકમાં કોંગ્રેસ સરકારનું બજેટ કે ‘તુષ્ટિકરણનો પટારો’, સિદ્ધારમૈયાએ વક્ફ બોર્ડ-ખ્રિસ્તીઓ માટે ખોલ્યો ખજાનો

Social Share

બેંગાલુરુ: કર્ણાટક બજેટમાં ભાજપે રાજ્યની કોંગ્રેસ સરકાર પર તુષ્ટિકરણનો આરોપ લગાવ્યો છે. મુખ્યમંત્રી સિદ્દારમૈયાના બજેટમાં તુષ્ટિકરણની ઘોષણાઓ હોવાનો આરોપ લગાવીને ભાજપે તેના વિરોધમાં વોકઆઉટ કર્યું છે. તેના પહેલા ભાજપના ધારાસભ્યોએ ગૃહમાં હંગામો કર્યો હતો. સિદ્ધારમૈયાની સરકારે 2024-25માં વક્ફ બોર્ડ અને ખ્રિસ્તીઓ માટે ઘણાં મોટા એલાનો કર્યા છે. જ્યારે હિંદુ મંદિરોને લઈને બજેટમાં કોઈ ખાસ ફાળવણીનો ઉલ્લેખ નથી. કર્ણાટક સરકારે પોતાના બજેટમાં 100 કરોડ રૂપિયાની જોગવાઈ વક્ફ મિલ્કતો માટે કરી છે. 200 કરોડ રૂપિયા ખ્રિસ્તી સમુદાય માટે અને અન્ય ધાર્મિક સ્થાનો માટે 20 કરોડ રૂપિયાના ફંડની જોગવાઈ કરી છે. આ સિવાય 10 કરોડ રૂપિયાની પડતરથી ભવ્ય હજહાઉસ બનાવવાની પણ ઘોષણા કરવામાં આવી છે. આ હજહાઉસ મેંગલુરુમાં બનાવવામાં આવશે.

ભાજપનો આરોપ છે કે લઘુમતી સમુદાયો ખાસ કરીને મુસ્લિમ અને ખ્રિસ્તીઓ માટે બજેટમાં મોટી સંખ્યામાં ઘોષણાઓ કરવામાં આવી છે.

કર્ણાટકની કોંગ્રેસ સરકારે પોતાના બજેટમાં વક્ફ સંપત્તિ અને ખ્રિસ્તી સમુદાય માટે 330 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. જ્યારે કર્ણાટક એક એવું રાજ્ય છે, જ્યાં મુજરાઈ એટલે કે હિંદુ ધાર્મિક બંદોબસ્તી વિભાગ દ્વારા નિયંત્રિત એ અને બી એટલે કે નાની અને મોટી શ્રેણીના લગભગ 400 જેટલા મંદિરોમાંથી હિંદ ભક્તો દ્વારા આપવામાં આવતા વાર્ષિક સરેાશ 450 કરોડ રૂપિયાનું દાન સરકારના ખજાનામાં જાય છે. સિદ્ધારમૈયાની સરકાર કર્ણાટકમાં હિંદુ મંદિરોને રાજ્યના નિયંત્રણમાંથી મુક્ત કરવાના કોઈપણ વિધેયકનો વિરોધ કરતી રહી છે.

કર્ણાટકની કોંગ્રેસ સરકારે રાજ્યમાં 100 મૌલાના આઝાદ સ્કૂલ અને હજહાઉસના નિર્માણની ઘોષણા કરી છે.

હજહાઉસના નિર્માણ માટે 10 કરોડ રૂપિયાની ફાળવણી પણ કરી છે.

રાજ્યમાં લઘુમતીઓ માટે ફી રિમ્બર્સમેન્ટ ફરીથી શરૂ કરવાનું પણ એલાન કર્યું છે.

સરકારી-પ્રાઈવેટ કોલેજના લઘુમતી સ્ટૂડન્ટ્સને ફી પાછી મળશે

લઘુમતીઓને લોન પર સબસિડીની સુવિધાનું પણ એલાન કરાયું છે.

10 કરોડ સુધીની લોન પર 6 ટકા વ્યાજે સબ્સિડી મળશે